આલ્બમ: પાંદડું લીલુંને રંગ રાતો
સ્વર: ઉષા મંગેશકર, કમલેશ અવસ્થી
આવો રે.. આવો રે..
ઓ ચિત્તડું ચોરી જાનારા,
મને મોતનાં વાગે ભણકારા..
આવો રે.. આવો રે..
મને યાદ છે વચનો સૌ તારાં,
ઓ દિલડું લૂંટી લેનારા..
આવો રે.. આવો રે..
એક રાત તણી મુલાકાત મહીં,
શા કીધાં હતાં તમે વાયદા..
એક ઝુરવું ને મરવું બીજું,
છે પ્રિતડી કેરાં કાયદા..
ભવ ભવ હું ને તું બળનારા..
આવો રે.. આવો રે..
સારસ પંખીની જોડી કદી,
જગમાં ના રે જુદી પડે..
જુદી પડે તો માથું પટકી,
બીજું ત્યાં તરફડી મરે..
હવે ઘડીયું ગણે નૈનો મારાં..
આવો રે.. આવો રે..