Home > ઈકબાલ મુન્શી, ગીત, શાન, શ્રેયા ઘોષલ > મનમાં મારા મનમાં – ઈકબાલ મુન્શી

મનમાં મારા મનમાં – ઈકબાલ મુન્શી

January 23rd, 2008 Leave a comment Go to comments

આજનું આ ગીત ખાસ છે.. હજી ગઈકાલે જ આ ફિલ્મનાં સંગીતની સી.ડી. મારી પાસે આવી અને જેમ જેમ સાંભળતો ગયો એમ એમ જાણે પ્રેમમાં ડૂબતો ગયો. એક-એક ગીત મનને લોભાવી ગયું. કર્ણપ્રીય સંગીત અને સાથે શાન અને શ્રેયા ઘોષલનો સૂરીલો અવાજ હોય તો કહેવું જ શું. તો માણો આ સુંદર પ્રણયગીત.. સાંભળતા સાંભળતા કોઈ યાદ ન આવી જાય તો કહેજો 🙂 ..

ફિલ્મ: લવ ઈઝ બ્લાઈન્ડ
સંગીત: કર્દમ ઠાકર
સ્વર: શાન, શ્રેયા ઘોષલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મનમાં મારા મનમાં, કોઈ રૂમઝૂમ કરતું આવે,
હળવેથી મને બોલાવે..
મારા મનમાં.. મારા મનમાં..

મનમાં મારા મનમાં, વરસાદ પહેલો જાણે આવે,
વ્હાલમાં મને ભીંજાવે..
મારા મનમાં.. મારા મનમાં..

ફૂલો બધાં હવે રંગીન છે, હવાઓમાં જાણે સંગીત છે;
મોસમની આ કેવી પ્રીત છે,પ્રીતમાં રંગાવાની હવે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..

ઝાંઝર વાગે કે વાગે ભણકારા, મીઠા મીઠા લાગે છે હવે ધબકારા;
કોઈનાં થવાની આ કેવી બીક છે, કોઈનાં થવાની તોયે જીદ છે.
મારા મનમાં.. મારા મનમાં.. મનમાં મારા મનમાં..

Please follow and like us:
Pin Share
  1. January 23rd, 2008 at 12:12 | #1

    વાહ… સાચ્ચે જ બહુ સરસ ગીત છે…સાંભળતા સાંભળતા કોઇ યાદ આવી ગયું… પણ કોણ…!!! એ જ ખબર નથી…હા હા હા… સાચ્ચે.. પ્રેમ માં પડવા નું મન થઇ જાય એવું ગીત છે… બીજા આવા સરસ પ્રણયગીતો નો લાભ આપતા રહેશો…

  2. January 23rd, 2008 at 14:18 | #2

    વાહ મજા આવી ગઈ. એકદમ રોમેન્ટિક.

    આ આલ્બમની માહિતિ આપવા બદલ આભાર નીરજ !!

    મનમા મારા મનમા આ આલ્બમ ને ખરીદી લેવાનો વિચાર આવે ……..

  3. સુરેશ જાની
    January 23rd, 2008 at 14:40 | #3

    આ ફીલ્મ ગુજરાતી છે?

  4. Ramesh Shah
    January 23rd, 2008 at 14:40 | #4

    ખુબ સુંદર ગીત,સંગીત અને કંઠ,પણ એક વાત ન સમજાય- ફિલ્મ નું ટાઇટલ ઇંગ્લીશ,ફિલ્મ હીંદીમાં હશે એવું માનું છુ, તો ગીત,ગીતકાર અને સંગીતકાર ગુજરાતી? કે પછી પ્રાઈવેટ આલ્બમ છે?

  5. January 23rd, 2008 at 14:55 | #5

    પ્રિય દાદા અને રમેશભાઈ,
    આ પૂરેપૂરી ગુજરાતી ફિલ્મ જ છે. ફિલ્મ ૨૦૦૫ માં રીલીઝ થયેલી. કોઈ પણ મલ્ટીપ્લેક્સ થીયેટરમાં આવી હોય એવી એ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મને વર્ષ ૨૦૦૫-૨૦૦૬ માં ગુજરાત સરકાર તરફથી નીચે મુજબ ૧૧ પુરસ્કાર મળેલા.

    1. BEST FILM (sandip patel)
    2. BEST DIRECTOR ( vipul sharma)
    3. BEST MUSIC DIRECTOR (kardam thakar)
    4. BEST CINEMATOGRAPHER ( darshan dave)
    5. BEST PLAYBACK MALE ( shaan)
    6. BEST PLAYBACK FEMALE (sadhna sargam)
    7. BEST SCREENPLAY ( mulraj rajda)
    8. BEST DIOLOGES( mulraj rajda)
    9. BEST SOUND MIXING (hitendra ghosh)
    10.SPECIAL ACTING AWARD (mayur vakani)
    11.SPECIAL ACTING AWARD ( zalak thakkar)

  6. January 23rd, 2008 at 21:19 | #6

    નીરજ…તને તો જન્મ તારીખ પુછી હતી અને તે તો કુંડળી જ આપી દીધી… હા હા હા… સારું ધ્યાન રાખે છે…ખરેખર…તને ખાલી કહેવા પુરતો નહીં પણ દિલ થી શોખ છે એ સાબિત થઇ ગયું… 🙂

  7. niral
    January 24th, 2008 at 23:43 | #7

    યાર નિરજ ભૈ તમે બહુ સરસ ગીત મુક્યુ ચે..
    બહુ મજ આવી ગઈ સમ્ભ્દી ને… આ ગીત મે એક દિવસ મા નહિ તો ૧૦ વાર સમ્ભદ્યુ હસે..
    લવ્લી સોન્ગ્..
    can u pls post ths album on esnips and allow us to download please…
    thank u

    niral

  8. mrballubaba
    July 19th, 2008 at 11:29 | #8

    yaar mane aa song na movie nu name aapso…..

    please……

  9. mrballubaba
    July 19th, 2008 at 12:21 | #9

    ઓહ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્હ્

    મ્ને ન્મ મિલ્& ગિય્૩ ચલ્લ્લ્લ્

    સોરિ……

  10. mrballubaba
    July 19th, 2008 at 12:28 | #10

    ગુડ્………..

  11. March 27th, 2009 at 06:32 | #11

    લવ ઇઝ બ્લાઇન્ડ ગુજરાતી મુવીમાં
    હીરો – સંદીપ પટેલ ( દેવાંગ પટેલનાં ભાઇ)
    હીરોઇન – સોનાલી કુલકર્ણી ( મરાઠી અને હિન્દી ફિલ્મજગતની એકટ્રેસ)

    જન્મકુંડળીમાં નામ લખવાનાં રહી ગયેલું ,ધ્વનિ !!

  12. chetna
    July 10th, 2010 at 06:36 | #12

    ખુબજ સરસ મજા નું ગીત એ પણ શ્રેયા અને શાન નું ગયેલું બંને મારા favourite singer છે …
    thank you niraj bhai saras geet n atli badhi information mate…

  1. No trackbacks yet.