Home > નરસિંહ મહેતા, પ્રાર્થના-ભજન > મારી હૂંડી સ્વીકારો મહારાજ – નરસિંહ મહેતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ – નરસિંહ મહેતા

August 6th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયા નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે…
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે…
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે…
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડું, વળી જમવા નથી જુવાર,
બેટા-બેટી વળાવીયા રે…
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે…
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે…
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે…
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

Please follow and like us:
Pin Share
 1. August 10th, 2007 at 15:03 | #1

  આજે એક કૉમેન્ટના રસ્તે થઈને આપને મળવાનું થયું. આટલો સુંદર બ્લૉગ બનાવી બેઠા છો અને કોઈને કંઈ જાણ પણ નહીં?

  ખૂબ ખૂબ અભિનંદન… એક જ વાતનો ખ્યાલ રાખજો, મિત્ર! આ શરૂઆતનો કોઈ અંત ન આવે એનું ધ્યાન રહે !

 2. October 27th, 2007 at 04:40 | #2

  કૌમુદી મુનશીની કેસેટમાં આ ભજન છે.
  સાંભળવાની મઝા આવી ગઈ.

 3. February 11th, 2008 at 13:28 | #3

  ખરેખર નરસિહ મહેતા ના ભજનો જીવન ને પાર ઉતારવા રચાયા ચ્હે……….
  આવા ભજનો સાભનિ ને મન અને તન બન્ને ને શા”તિ મલે ચ્હે……………

 4. Gati
  July 3rd, 2008 at 17:30 | #4

  અદભુત ! ahiya america ma besi ne hu je gujarati geeto bhuli gai hati ee badha aaje jivant thai gaya chhe.. khu j sundar collection chhe tamaru.. thank u..

 5. July 14th, 2008 at 20:46 | #5

  અરે વાહ ભાઇ વાહ્, ખજાનો ખોલિ બેઠા ને અમોને ખબર પણ ન રહિ!!!! અમે પણ હવે તેનિ મજા
  લેશુઁ.

 6. ANIL
  August 3rd, 2008 at 02:55 | #6

  very very nice,i have non words for expression

  anil

 7. RAj
  August 5th, 2008 at 11:13 | #7

  Thank u so much for this hundi
  this hundi is very near to my heart as it connects me to my father and my son
  my father lives hislife like NArsihn Mehta and my son’s favourite bhajan is Hundi
  Bless u and all the best

 8. anil patel
  October 3rd, 2008 at 18:44 | #8

  બહુ સરસ ,અમે તો વેવારીયા શ્રી રામનામ ના,શબ્દો યાદ નથી આવતા,મુકવા વિનન્તી.

 9. geeta
  October 11th, 2008 at 13:17 | #9

  I find hundi so many time,
  Thank for hundi, I will listen this hundi to my daughter & son for our culter knowledge.

 10. October 11th, 2008 at 16:57 | #10

  Love this ideas. keep publishing.

 11. January 17th, 2010 at 14:29 | #11

  ખુબ ખુબ સુન્દર કાર્ય – શશિ દેશાઈ – લંડન

 12. Rajiv Vachhrajani
  February 17th, 2010 at 15:19 | #12

  Dear Nirajji,

  Congratulations…

  Let God Love you through Others & Let God Love Others Through Niraj – Rankar

  Jay Ho Garvi Gujarat

  Rajiv Rajeshwari,Iselin NJ USA

 13. Pooja
  July 15th, 2011 at 10:13 | #13

  નીરજભાઈ બહુ જ સરસ
  હજી એક ભજન આજ રે કાનુડે વ્હાલે અમશું અંતર કીધાં રે, રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે…
  વિનંતી છે.

 14. shobhit desai
  September 4th, 2013 at 13:34 | #14

  સ્વીકારે છે કયા ભાવની હૂંડી અદ્રશ્ય રહીને કોણ?
  બધા ખાલી છે કોઠારો છતાં ખૈરાત ચાલે છે

  સૌ લોભામણા વળગણ છોડી ફક્ત લખી છે ગઝલો મેં
  શોભિત,નરસૈયાનો વંશજ પીડ પરાઈ જાણે છે

 15. January 9th, 2014 at 10:51 | #15

  નરસિંહજી ના ભજન ગાવા ની તક મળી અંદ જીવન ધન્ય બની ગયું.
  http://www.youtube.com/watch?v=QXFWFTLu40c

  • divyesh.
   August 10th, 2018 at 15:23 | #16

   Nice …poem….i liket

 16. jaypal
  June 18th, 2014 at 11:29 | #17

  મને વહાલો નરશી .મને ઘાને વહાલો સાચે જ ભક્તિ તો નરશી ની, જીવન કટે પર નામ કૃષ્ણ ,કૃષ્ણ તો નરશી નો , મારો તો રણછોડ , મારો રણછોડ કોઈ ના થાય , સદા હું એને યાદ કરું, મારી સભાળ રાખે ૬ મારા પર સદા દયા કરે ૬ , મે સદા રડું ચુ જય શ્રી કૃષ્ણ

 17. Rashmit Pandya
  August 13th, 2016 at 05:15 | #18

  ખૂબજ સુંદર…. આભાર.

 18. રણજીતસિંહ એન.
  February 8th, 2017 at 16:11 | #19

  આધુનિક યુગમાં આવા ભજનો ભુલાઇ ન જાય એ માટે આ સર્વોત્તમ યત્ન છે.

 19. Ajay Kanabar
  January 9th, 2018 at 10:44 | #20

  ખુબજ ઉપયોગી અને જરૃરી વસ્તુ અહીં પ્રસ્તુત છે. તકલીફ લેવા બદલ ધન્યવાદ. ચાલુ રાખજો.

 20. nilesh thanki
  March 13th, 2018 at 17:47 | #21

  ખુબ જ સરસ ઘણા સમય પછી આ ભજન સાંભળ્યું અને આનંદ થી હૈયું ઉભરાયું
  ખુબ ખુબ ધન્યવાદ

 1. June 12th, 2011 at 06:28 | #1