Home > આશિત દેસાઈ, ગઝલ, રમેશ પારેખ, હેમા દેસાઈ > અરે! મારા આ હાથ – રમેશ પારેખ

અરે! મારા આ હાથ – રમેશ પારેખ

સ્વર: આશિત – હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અરે! મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ એક બે,
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખા નગરમાં મળે માંડ જણ એક બે.

ઉઝરડા, ઉઝરડા અને લોહીલુહાણ આખાય જીવતરનાં કારણ છે શું?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : સ્મરણ એક બે.

પરબ કઈ તરફ છે, પરબ કઈ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે,
નજરમાંથી રણ સ્હેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એક બે.

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા ‘રમેશ’
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે.

Please follow and like us:
Pin Share
  1. July 20th, 2009 at 12:00 | #1

    સરસ ગઝલ … !!

  2. Maheshchandra Naik
    July 20th, 2009 at 13:16 | #2

    સરસ ગઝલ……અને સ્વર મન્ભાવન….

  3. jaysukh Talavia
    July 21st, 2009 at 15:35 | #3

    ર.પા.ના છેલ્લા અન્તરાનિ વ્યથા લગ્ભગ સૌને હોય છે. ઘટમાળ જ એવિ છ્હે કે ક્યાય મજા આવતિ નથિ. પણ બધુ ઢરદિયા કરવુ પડે છ

  4. Bharat Atos
    July 31st, 2009 at 13:40 | #4

    હું જિવતા મનુષ્યો ગણું તો આ આખા નગર માં મળે માંડ જણ એક બે.

    ખુબ જ ગહન વાત કરી છે કવિ ર.પા.એ….
    સુંદર

  1. No trackbacks yet.