મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ
મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી.
મારા સપનામાં આવ્યા હરિ.
સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાના સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
આંધણ મેલ્યાં મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બ્હાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.
Related posts:









ખુબ જ સરસ શબ્દો ..!
“મારા સપનામા આવ્યા હરિ” શબ્દો જ કેટલા ભાવવાહી છે, સંગીતમય પ્રાથના અને મધુર અવાજથી રમેશ પારેખના શબ્દો હરિ સમક્ષ જ કહેવાતા હોય એવો અનુભવ થાય છે, આભાર……….
આતે કેવા કવિ ઘડિક મા હરિ ના દર્શન કરાવે ને ઘડીક મા આલા ખાચર ને દેખાદિ નિચે પછાડે……
ખૂબ સુંદર.
સુંદર ગાયિકી.
આ સુંદર ગાયકી કદાચ ધનાશ્રી ની હોઇ શકે…
can you please tell me the name of singer i think she is anar kathiyara or gargi vora.
અનાર કઠિયારા.. આટલું અદભુત એ જ ગાઈ શકે