Home > દામોદર બોટાદકર, લોકગીત > જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

September 25th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
——————————
આભાર : ફોર એસ.વી.

Please follow and like us:
Pin Share
  1. yogini
    December 7th, 2007 at 17:43 | #1

    તમારુ આ લોકગીત મને ગળુ શારુ લાગ્યુ પણ તમારુ મન નરસિ મેહેત નુ પ્રભાત્યુ હે જળ કમળ મેદાન
    માનવિ કૃસ્ન દિપ ગોવાદિયા મહેરબાનિકરિને મને આ પ્રભાત્યુ મોકલિઆપો

  2. Jatin Patel
    July 21st, 2008 at 16:10 | #2

    Its awesome, I really great. બહુ સરસ

  3. Jayesh Shah
    July 24th, 2008 at 05:34 | #3

    the song did not run full lenght, it broke off after a while. Great song and reminds me of my mother and home country.

  4. July 27th, 2008 at 20:11 | #4

    ખુબ જ સુન્દર ગીત ઘણાજ સમય બાદ સા`ભળ્વા મલ્યુ. તમારો ખુબ ખુબ આભાર્. ઝવેર ચદ મેઘાણીના ગીતો ગોતુ.

  5. sanjay shah
    August 2nd, 2008 at 13:18 | #5

    સોન્ગ બહુજ સરસ ચ્હે પન તમારુ રેકોર્દિન્ગ મા ભૂલ ચ્હે બે થિ તરન કદી કાપી નાખી ચ્હે. તેથિ સામભલવાની માજા ના આવી.

  6. Jash Dedhia
    August 2nd, 2008 at 15:34 | #6

    I just learnt it in std VII.
    Enjoyed listening it very much.

  7. August 16th, 2008 at 00:45 | #7

    NICE GEET NICELY SUNG..ENJOYED but some mistakes in the actual recording so only a part of the song recorded & there a repeat of some lines..Can you get the FULLY RECORDED SONG ? I willlove ti listen the whole song.

  8. Darshan Vyas (Australia)
    December 7th, 2008 at 03:04 | #8

    great niraj great ……………………………………………………….. aa website koi di bandh na karata mara bhai amara jeva mate to aaj guju geet sambhalvano saharo chhe mara bhai…..

  9. atul
    January 30th, 2009 at 14:45 | #9

    This is a great effort keep it up. Wish you all the best.

  10. Sanjay Mehta
    February 17th, 2009 at 04:30 | #10

    These are immortal songs which I listened to after 18+ years..Reminded me of my childhood days which I spent listening to these wonderful songs. Niraj, thanks very much for making this great effort. My best compliments are with you. Keep in up.

  11. Dinesh
    March 3rd, 2009 at 03:33 | #11

    હલ્લો નિરજભાઇ,
    કવિ બોટાદકરનુ આ ગીત “મા” ના ગુણગાન ગાતું સાંભળવું હંમેશ ગમે છે અને ગમશે.વચ્ચે
    બે ત્રણ કડી છોડી દીધી છે આખું ગીત સાંભળવાની વધુ મજા આવત. પુરુષ સ્વર કોનો છે તે જણાવ્યુ હોત તો? આ જ ગીત જાણીતી સ્રી કંઠે પણ ગવાયેલું છે આપ તે પણ મૂકશો તો
    વધુ આનંદ આપશે.અભિનંદન

  12. Sanjay
    April 30th, 2009 at 07:59 | #12

    Thanks Niraj
    songs are many but one which reminds u the reality in life is this one
    At todays worlds where for wife people leave their mother father its a compulsion to make them hear this.

  13. BHAVIN
    July 11th, 2009 at 07:18 | #13

    mother is god

  14. jayshree
    August 8th, 2009 at 17:58 | #14

    chaud varas ni charan kanya( by zaverchand Meghani)
    Is it possible to hear this song

  15. priyavadan shah
    August 30th, 2009 at 10:11 | #15

    I LOVED THIS SONGS ACUALLY I LOVED ALL THE SONGS WHIS IS IN YOUR LIST

  16. September 16th, 2009 at 03:05 | #16

    ગીત ઘણુજૂ સુન્દર અને અમર પણ ગાયક લય ચૂકી ગયા. મુળ રાગ મા ગાયેલૂ ગીત પણ મૂકવાની મહેરબાની કરશૉ તો ખૂબ ખૂબ આભાર.

  17. October 9th, 2009 at 15:54 | #17

    આ ગીત ખુબજ ભાવવાહી અને માતા પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કરતુ ગીત.કવિ ને કોટિ-કોટિ પ્રણામ.

  18. deepa
    November 21st, 2009 at 10:20 | #18

    Anyone there please provide me the audio of ZAVERchand meghani”s charan kanya on my mail address

  19. Harish Mehta
    December 10th, 2009 at 11:39 | #19

    મા તે મા…આખ મા આશુ આવિ ગયા..
    રચના લખનાર ને અભિનન્દન….

  20. sandeep shastri
    January 3rd, 2010 at 14:36 | #20

    hi
    nirajbhai
    amane kavy mane bahu game chae
    bahuchar mata anad no garbo
    ai aj mane anand avi ati gano ma
    a garbo mare joia che

  21. Kanti Prajapati
    January 13th, 2010 at 16:56 | #21

    તમારી કવિતા બહુ જ સરસ લાગી પણ રક્ષિત નથી થતી માટે અમારી માંગણી ચ્હે કે તમે રક્ષિત થાય તેવી સુવિધ્હા ગોથવો……..

    ખુબ ખુબ આભાર્……..

  22. NITIN GOHIL
    January 27th, 2010 at 14:17 | #22

    ભાવ સમાધી લાગી ગઈ

  23. February 21st, 2010 at 15:40 | #23

    નિરજ ભાઈ આ ગિત અધુરુ કેમ ચ્હે. અધુરુ વાગે ચ્હે

  24. hardavraval
    June 20th, 2010 at 17:38 | #24

    આ ગીત બહુ જ સરસ છે .આ ગીત સંભાળવા માટે તમારો ખુબ ખુબ અભાર .

  25. Nilesh
    May 9th, 2011 at 07:17 | #25

    mari vahali ma gaya varashe amne ekla chhodi svarge chali .. Aa geet emne khub vahalu hatu. Jyare TV nahata, tyare ame badha sathe jamva besta ane ravivare bapore radio par, ek stri karyakram ma, mota bhage aa song vagadta. temne yad kari, mari aankh bhini thai gai, maru balpan yad aavyu. Maa te ma, bija bija badha vagda na va. its true. Ma, i miss u..
    Thanks Brother, to keep Gujarati alive.. te pan aapni ma chhhe

  26. Astha shah
    December 18th, 2012 at 05:04 | #26

    દિલ ને સપર્શી જાય તેવું કાવ્ય છે.
    અને વાત તો સાચી જ છે.જનની ની જોડ આખા દુનિયા
    માં કરોડો રૂપિયા ખર્ચીએ તો ય ન મળે.

  27. nikunj sheth
    June 14th, 2013 at 18:20 | #27

    જયારે માં આ દુનિયા માં નથી હોતી ત્યારે જ સૌથી વધુ સાથે હોય છે ,તો પછી એવી જનની ની જોડ ક્યાંથી જડશે…..

  28. Nalin Shah
    July 3rd, 2013 at 14:14 | #28

    ઉનીવેર્સલ ટ્રુથ . Maa te Maa , bija badha vagda na va

  29. pankajkumar
    April 5th, 2014 at 01:00 | #29

    આ ગીત અમે ધોરણ પાંચ માં ભણેલા. નિશાળમાં દરરોજ બપોર બાદ રેંટીયો કાંતતી વેળા આ ગીત ગાતા ……………મારી બા એજ મારી શિક્ષિકા પણ હતી…હજુ ૮૧ વર્ષે અણનમ છે. પણ બા દાંડી, ભારતમાં અને હું મોન્ટ્રીયલ, કેનેડામાં……….રિયલી આઈ મિસ માય મોમ ……

    • Ashwin Raninga
      April 19th, 2014 at 05:41 | #30

      Aaje aanand avigayo. Maa te maa bijo kai nahi.

  1. No trackbacks yet.