Home > આલાપ દેસાઈ, આશિત દેસાઈ, ગઝલ, શોભિત દેસાઈ, સમન્વય ૨૦૦૫ > જરા અંધાર નાબુદીનો – શોભિત દેસાઈ

જરા અંધાર નાબુદીનો – શોભિત દેસાઈ

February 1st, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જરા અંધાર નાબુદીનો દસ્તાવેજ લઈ આવ્યો,
અરે લો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો.

તમે છો એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શક્યતામાં બસ હું થોડો વેજ લઈ આવ્યો.

હતી મરમર છતાં પર્ણો અનુભવતા એકલતાં,
પવન જઈ રાતરાણીથી મહેકની સેજ લઈ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યાં લોહીમાં હું એજ લઈ આવ્યો.

Please follow and like us:
Pin Share
  1. February 2nd, 2010 at 07:03 | #1

    વારંવાર સાંભળવી ગમે એવી રચના…

  2. Maheshchandra Naik
    February 2nd, 2010 at 10:57 | #2

    એકલતાનો અહેસાસ અને હકારાત્મક વિચારદ્રષ્ટિની સરસ રજુઆત…….

  3. February 3rd, 2010 at 07:23 | #3

    કવિશ્રી શોભિત દેસાઈની સરસ ગઝલ અને એવું જ સુંદર સ્વરાંકન.

  4. umesh paruthi
    February 7th, 2010 at 03:30 | #4

    સરસ …..

  5. ILA PATEL…USA
    August 14th, 2011 at 01:03 | #5

    Heartfelt song…Asitbhai…hemangini knows me well…ila chaturvedi…me and hema in same college..very nice song….love it..

  1. February 4th, 2010 at 06:02 | #1