આલ્બમ: સમન્વય ૨૦૦૫
સ્વરકાર: દક્ષેશ ધ્રુવ
સ્વર: અમર ભટ્ટ
0:00 / 0:00
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા,
આંગળીથી માખણમાં આક્યાં,
નાનકડા નૈણ થકી ઝરમર ઝરે છે જેવા.
ઢળતા શીકેથી દહીં ઢાંક્યા.
એના હોઠ બે બીડાયા હજી તોરે,
કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું,
ને સરી હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું,
કાનકુંવર શું ઓછા હતાં કાળા?
કોઈ જઈને જશોદાને કહો રે,
કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.