આ શહેર તમારા – રમેશ પારેખ
સ્વર: સોલી કાપડિઆ
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
Related posts:









સપનાના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો…
બહુ જ સરસ રચના અને સોલીએ તેને ખુબ જ સરસ રીતે રજૂ કર્યુ છે.
કેતન
શહેરે શહેરે આપણે પોતે પણ બદલાઇ જવાય..
કહેવાય નહી…
ના અપનાવો જો ત્યાંની રીત રસમ તો ત્યાંના લોકોથી..
સહેવાય નહી…
ગમતી થઇ જાય ભલે લંડન આઈ પણ સાબરમતી સુકાતી..
ભુલાય નહી…
કડકડતી ઠંડી મા ભાવે હવે કોફી તોય રોટલા ને ઓળુ તો..
ભુલાય નહી…
ખુબ જ સરસ ગીત છે…અને દિગી….well said..આ રચના વાંચી ને સપના ના રસ્તે ભાગી નીકળતી આંખો મા યાદો ના ઝરણા ફુટે,કહેવાય નહી..!!
Nirajbhai,
some how when I try to listen to this, my bitdefender virus software give out warning of Trojen Virus. Pl check and reload this song. Thank you.
In fact I dont know how to thank you on this website. Its just great. Mara varso in icha purna thai.
thanks again
આભાર …મઝા આવી
The voice of Soli kapadia is realy very nice, એકદમ કર્ણપ્રિય અવાજ છે. મારા ગુજરાતી કલાકારો ઉપર મને માન છે, ઈશ્વરકૃપા થી તમે ખુબ આગળ વધશો.
આભાર. .
મારા ખ્યાલ મુજબ જીવવા જેવું શહેર તો ભાવનગર જ છે. તેના મનસુબા બીજા શહેરો કરતા ઘણા સારા છે. જો કે હું ત્યાનો છું એટલે વખાણ કરું છું એવું પણ બને. છતાં મુલાકાત ના લીધી હોય તો લેવી ક્યારે. આવજો