ઘનશ્યામ ગગનમાં – વેણીભાઈ પુરોહિત
સ્વર:ગાર્ગી વોરા, નયન પંચોલી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકી
રે મનની આ વાત અચાનક મલકી.
મનનું મારું માનસરોવર આવ આવ ઓ હંસી,
ઘટગુબંજમાં બજે સુમંજુલ સુખ વ્યાકુળ સ્વર બંસી,
સુમિરન જાગત ઝબકી ઝબકી,
રે આ વાત અચાનક મલકી..
પવન લહર આ પ્રીત બાંવરી, નાચત હલકી હલકી
નિશિગંધાની સોડ તજીને મઘમઘ સોડમ પ્રગટી,
ભરભર મિલન ગીતની વટકી,
રે આ વાત અચાનક મલકી..
સુન્દર
સરસ ગીત અને ગાયન. અને હા આ આપ વક્તા વળી આપ શ્રોતા વાળું કામ બહુ પસંદ પડ્યું.
વાહ સુંદર ગીત અને ગાયકી પણ મનહર…
ખરેખર સુમધુર ગીત અને એવાજ કંઠો.
ના નહિ રે ભૂલું એ મેઘલી રાત sung by હર્ષિદાબેન અને જનાર્દન રાવલ મુકશો એવી વિનંતી .