Home > દુલા ભાયા કાગ, પાર્થિવ ગોહિલ, પ્રાર્થના-ભજન > પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ

પગ મને ધોવા દ્યો – દુલા ભાયા કાગ

November 29th, 2007 Leave a comment Go to comments

સ્વર: પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધોવા દ્યો રઘુરાય,પ્રભુ મને શક પડ્યો મનમાંય,
તમારા પગ ધોવા દ્યો રઘુરાય જી.

રામ લક્ષ્મણ જાનકીજી, તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ.. પગ મને..

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી
તો તો અમારા રંક જનની, આજીવીકા ટળી જાય.. પગ મને..

જોઈ ચતુરાઈ ભીલ જનની, જાનકી મુસ્કાયજી
અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય.. પગ મને..

દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી .. પગ મને..

નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી
પાર ઉતરી પૂછીયું શી લેશો તમે ઉતરાઈ.. પગ મને..

નાવની ઉતરાઈ ના લઈએ આપણે ધંધાભાઈજી
‘કાગ’ કહે કદી ખારવો ના લીયે ખારવાની ઉતરાઈ.. પગ મને..
—————————————–
ફરમાઈશ કરનાર મિત્ર: રાજીવભાઈ

Please follow and like us:
Pin Share
  1. November 29th, 2007 at 11:22 | #1

    પહેલા આ ભજન આશિત દેસાઇના સ્વર માઁ સાઁભળિયુ હતુ. પાર્થિવે પણ બહુ જ સુરીલા કઁઠમા ગાયુ છે.
    Chorus પણ સરસ છે.

    કેતન

  2. November 29th, 2007 at 13:37 | #2

    ઘણા સમય પછી સાંભળ્યું.આ ભજન ..સરસ ..

  3. dinesh patel,atlanta
    November 29th, 2007 at 15:28 | #3

    આંખ

  4. November 30th, 2007 at 02:03 | #4

    પ્રિય મિત્ર નિરજ,

    તારો ખુબ ખુબ આભાર…
    હુઁ કેટલાય સમયથિ આ ગિત શોધિ રહ્યો હતો…!

    મારિ ફરમાઇશ પુરિ કરવા બદલ ફરિથિ આભાર…

    રાજિવ

  5. November 30th, 2007 at 02:34 | #5

    ખુબ સરસ બહુ ગમ્યુ સાઁભળવુ.

  6. November 30th, 2007 at 15:42 | #6

    મારી મા આ ભજન ખૂબ ગાતા હતાં પણ કોઈના સ્વરમાં સાંભળ્યુ ન હતું. આજે સાંભળ્યુ.

  7. Jagdish
    July 28th, 2008 at 11:46 | #7

    beautiful bhajan ruined by unneccessary humming and poor music accompniment. I wish these new compostions would stick to traditional Gujrati style and try not to Bollywwoodise regional music.

  8. Navinbhai-Vibhaben
    October 15th, 2008 at 23:59 | #8

    ખરેખર આ વેબસઈત બનવવા માતે હદય્પુર્વક ના અભિનન્દિન્
    My son-in-law forwarded such a beautifull site,
    We are regularly listing and enjoying this website.
    Thankls a lot.

    Navinbhai-Vibhaben

  9. રશ્મિ કામદાર
    April 22nd, 2009 at 12:40 | #9

    ખુબ ખુબ સુંદર!!!

  10. Saumil
    June 1st, 2009 at 18:33 | #10

    Dear Niraj,

    Nice collection !! Like to know if you can manage Jindgi ma shu kamayo first by Shri Purshottam upadhyay and then by Shri Ashit Desai

  11. Jayesh Patel
    July 13th, 2009 at 18:19 | #11

    Nice bhajan, Happy to listen our beautiful bhajan accross the sea in US. Please
    Place Narsinh Mehta’s one bhajan that I am not able to find out any where “Sukh Dukh
    man ma na aniye” in Rankar. I will be thankfull to you.
    Thank you
    Jayesh Patel
    California, USA

  12. July 23rd, 2009 at 23:00 | #12

    ખારવો ન લીયે ખારવાની ઉતરઈ…

    વાહ વાહ. ખુબ સરસ.

    જુગ જુગ જીવો.

  13. December 9th, 2009 at 05:56 | #13

    VAH VAH BHAI

  14. nitin
    July 29th, 2010 at 07:40 | #14

    ચ્લાસ્સ જોબ , થન્ક્સ ફ્રોમ ઓઅલ્લ ગુજરાતી તરફ થી

  15. Bhupatsinh sodha
    March 26th, 2012 at 08:32 | #15

    Sahitya nu jatan karanar ne mara lakh lakha vandan….dulabhay kag,javerchand megani e to sahityani imarat banavi didhi pan divse divse navi pedhi ne sahitya prtyey lagni ochhi thati jay chhe …bhikhudan bhai gadhvi ne mara pranam jene sahitya ni duniya ma bahuj naam kamayu ane tenu jatan pan karyu chhe

  16. પીનાકીન
    January 26th, 2018 at 10:54 | #16

    નિરજભાઈ,રણકાર.કોમ થકી ,આ સાહિત્ય વારસો સમૃદ્ધ અને જીવંત રાખવા ધન્યવાદ.

  17. Pratik patel
    November 8th, 2018 at 13:50 | #17

    મારે કવિ કાગે ગાંધીજી માટે ગાયેલી કવિતા આખા દેશ ના ડાયા જોઈ એ છે.

  1. No trackbacks yet.