Home > ગીત, મણિલાલ દેસાઈ > પલ – મણિલાલ દેસાઈ

પલ – મણિલાલ દેસાઈ

December 12th, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં એ ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિઃસંગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાંયે કદી શકી નવ ઢળી,
વૃંદાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંનેયે નવે લોક, નવ સ્થલ !

Please follow and like us:
Pin Share
  1. December 12th, 2007 at 11:38 | #1

    સમય નુ મહત્વ બહુજ સુન્દર રીતે કર્યુ છે.

  2. niral
    December 13th, 2007 at 15:56 | #2

    lovely song…

  1. No trackbacks yet.