Home > ગઝલ, ગની દહીંવાલા, હેમંત કુમાર > તમારાં અહીં આજ પગલાં થવાનાં – ગની દહીંવાલા

તમારાં અહીં આજ પગલાં થવાનાં – ગની દહીંવાલા

December 10th, 2007 Leave a comment Go to comments

સ્વર: હેમંત કુમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઇ છે.

બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઇ છે.

હરીફોય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી –
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.

Please follow and like us:
Pin Share
  1. Dhwani joshi
    December 10th, 2007 at 21:06 | #1

    are wah dost…. mari fvrt gazal…thnx.. are pan mari farmaish nu sog to aavyu j nahi..!! 🙁

  2. Shrenik Shah
    December 17th, 2007 at 11:20 | #2

    ગ્રેઅત, ખુબ જ મજ અવિ ગૈ. ખુબ જ સરુ મિસ્ન ચ્હે. અભિનન્દન્. મને ગુજરતિ ગજલ ખુબ જ ગમે ચ્હે.

  3. December 22nd, 2007 at 10:30 | #3

    બસ લો પગલા કરી દિધા…તે આટલી તૈયારી કરી તો આવવું જ પડે ને….૨-૩ કલાક થી અહીં જ છું…ફૂલોની નીચી નજરથી નજર મિલાવા ચાહું છું,જુકેલી ડાળીઓ સ્પર્ષે એવું ચાહું છું,પાંદડી પાછળ જે છુપેલી છે કળીઓ..,એને ય હું ખિલાવા ચાહું છું….

  4. July 1st, 2008 at 23:17 | #4

    વાહ્! મજા આવી ગઇ.
    ઘણાઁ વર્ષો પછી આ ગજલ સાંભળવા મળી.
    આભાર્!

  5. u.k.parmar
    January 8th, 2009 at 11:13 | #5

    ખુબ સરસ

  6. January 9th, 2009 at 05:36 | #6

    I have heard this song many times…But this was the best selection.
    Your dedication is un-matched and exemplary

    Hats off!!

    Commendable job…

    Gautam

  7. uma sheth
    August 9th, 2010 at 10:34 | #7

    ખુબ ખુબ અભિનંદન .. ઘણાં બધા સંગીત નો સંગ્રહ સાંભળવા મળી ગયો.
    મારો બ્લોગ છે>>
    http:// mysarjan.wordpress.com
    http://abhigamweblog.wordpress.com
    ઉમાબેન શેઠ.

  8. Bhavinraj kambaliya
    July 25th, 2011 at 12:41 | #8

    I have listen this gazal so many times, but when ever i listening it again….. Mara mukh ma thi VAAH VAAH VAAH BHAI VAAH nikdi pade 6.

    Hats of 2 you.

    Jay shri krushn.
    ‘Bhavin.

  9. ATUL M MEHTA
    November 2nd, 2011 at 12:16 | #9

    Gujarati bhasha pratye no prem vadhi gayo. Ape bhega karela ava saras sangrha badal khrekhar abinandan ne patra chho. bahuj sundar

  10. Dipti Vyas
    July 25th, 2013 at 18:58 | #10

    Superb

  11. Dipti Vyas
    July 25th, 2013 at 19:02 | #11

    can anyone post “Judi Jindagi chhe Mijaje Mijaje” by Shree. Gani Dahiwala plzzzzzzzzzzz

  12. August 5th, 2013 at 17:52 | #12

    ક્યા બાત હૈ

  1. August 17th, 2009 at 11:55 | #1