હે નાથ જોડી હાથ…

December 7th, 2007 Leave a comment Go to comments

સ્વર: ચોલા સોઢા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ,
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

વળી કર્મનાં યોગે કરી જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે,
લાખ ચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

સુખ-સંપત્તિ, સુવિચાર ને સતકર્મનો દઈ વારસો,
જન્મો જનમ સતસંગથી કિરતાર પાર ઉતારજો,
આ લોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી,
સાચું બતાવી રૂપ શ્રી પ્રભુજી હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
———————————–
ફરમાઈશ કરનાર મિત્ર: પ્રીતિ

Please follow and like us:
Pin Share
 1. Suresh Jani
  December 7th, 2007 at 11:27 | #1

  બહુ જ હ્રદયંગમ રચના. આના લેખક કોણ છે?

 2. preeti mehta
  December 7th, 2007 at 15:22 | #2

  આભાર નીરજ.જે હું ક્યારની શોધતી હતી તે પ્રાર્થના તે મુકી .

  http://mehtapreeti.blogspot.com/

 3. December 8th, 2007 at 05:04 | #3

  મારી ગમતી પ્રાર્થના.

 4. December 24th, 2007 at 01:01 | #4

  DEAR NIRAJ,

  “TULSIDAL” WILL PUT AS A PRAYER ON CHRISMAS DAY !!!

 5. Dharmesh Vyas
  July 26th, 2008 at 05:19 | #5

  આંખ મા પાણી આવી ગયા

 6. Arun Joshi
  August 7th, 2008 at 11:57 | #6

  Long live this superb prayer for all the beloved departed souls. Very touching.

 7. Lata Mehta NZ
  October 4th, 2009 at 23:25 | #7

  Thanks,I sang this Prathana in my father’s Prathanasabha ten years ago.સામ્ભલિને આજે ફાધર નિ યાદ આવિ ગઇ.એ દ્રશ્ય આખ સામે આવિ ગયુ.

 8. Mr. Kamal Poojara
  December 25th, 2009 at 12:45 | #8

  બહ્જ સરસ્

 9. Mr. Kamal Poojara
  December 25th, 2009 at 12:51 | #9

  It’s very good & with lots of feelings. Who can now write words like this?

 10. Kumi Pandya
  October 30th, 2010 at 16:52 | #10

  આ પ્રાર્થના શ્રી મોટાની રચના છે.

 11. ATUL M MEHTA
  November 2nd, 2011 at 12:26 | #11

  kharekhr adbhut. mara atmane pan shanti mali gai

 12. sandip tandel
  November 22nd, 2011 at 01:29 | #12

  રહ્દય ને સ્પર્શી જાય તેવું આ ભજન છે…..ખરેખરે આ ભજન ને લખનાર કોણ છે..?…. હું તેને વંદન કરું છું…..

 13. Rupesh Yatesh Dalal
  December 18th, 2011 at 06:34 | #13

  નીરજભાઈ, અમે આમારું પ્લેય લીસ્ટ બનાવી શકીએ એવી વ્યવસ્થા કરો તો સારું પડે. મન ગમતા ગીતો અને બીજી કૃતિઓ એક સાથે અમે સાંભળી શકીએ.

 14. શૈલેષભાઈ એસ. પટેલ
  July 8th, 2018 at 05:21 | #14

  પ્રાર્થના એટલે આત્મા નો ખોરાક
  આ સુંદર પ્રાર્થના હૃદય ને સ્પર્શી જાય આંખો ને ભીની કરી મનને
  શાંતિ આપે

 1. No trackbacks yet.