Home > અવિનાશ વ્યાસ, ગીત, મુકેશ > નજર ને કહી દો કે – અવિનાશ વ્યાસ

નજર ને કહી દો કે – અવિનાશ વ્યાસ

March 20th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: ગુજરાતી ક્લાસિક્સ
સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઘડી ઘૂંઘટ ઉઠાવો ને,ઘડી ઘૂંઘટથી મુખ ઢાંકો;
કરો દિલબર જે કરવું હોય તે,પણ નજર મારા તરફ રાખો.

નજર ને કહી દો કે નિરખે ન એવું,
નાહક નું દિલ કોઈનું પાગલ બને છે.
અમથી જીગરમાં આંધી ચડે છે ને,
આંખ્યો બીચારી વાદળ બને છે.
હો નજર ને કહી દો કે..

મશહૂર છે મહોબ્બત તમારી ને, આપ પણ મશહૂર છો;
અફસોસ કેવળ એટલો કે, છો તમે પણ દૂર છો.

જોવું ને ખોવું એ મહોબ્બત નો ક્રમ છે,
પાસે છે સાકી ને આગે સનમ છે.
ઝૂરી ઝૂરી વેરાયા આંખો નાં આંસુ,
ગૂંથાઈ પગની પાયલ બને છે.
હો નજર ને કહી દો..

Please follow and like us:
Pin Share
  1. March 20th, 2008 at 08:46 | #1

    ખૂબ સરસ ગીત …

  2. pragnaju
    March 20th, 2008 at 16:12 | #2

    અિવનાશનું મઝાનું રચેલું
    અને
    મુકેશનું મધુરું ગાયલું ગીત
    માણ્યું

  3. mukesh thakkar…aamarkolkata@gmail.com
    March 20th, 2008 at 18:42 | #3

    લાજવાબ

  4. mukesh thakkar…aamarkolkata@gmail.com
    March 20th, 2008 at 18:44 | #4

    please Ramesh Parekh rachit sawariyo atre sajao.

  5. March 20th, 2008 at 22:59 | #5

    વાહ નીરજભાઈ
    મુકેશના અવાજમાં આ ગીત ખરેખર મધુર લાગે છે

    (1) માહતાબ સમ મધુરો, દિલકશ દીદાર તારો (2) સનમ જો બને ગુલ તો બુલબુલ હં બની જાંઉ – મુકેશના ગાયેલા આ ગીત જો ક્યાંય મળે તો જરૂર સંભળાવજો.

  6. March 21st, 2008 at 05:15 | #6

    મુકેશના અવાજને માણવાની મજા આવી,

    નજરને કહી દો કે –
    આલ્બમમાં આ જ ગીત
    સોલી કાપડિયાએ પણ ગાયેલું છે,

  7. March 21st, 2008 at 05:27 | #7

    આલ્બમનું નામ જ
    ‘નજરને કહી દો કે’ – છે.

  8. March 22nd, 2008 at 05:32 | #8

    નજરને જે નિરખવું છે એ ક્યાં સામે મળે છે..,
    એટલે જ તો હૃદયમાં કોઈનાં જાખવું પડે છે..

  9. March 22nd, 2008 at 09:49 | #9

    પછી દેખાય છે ચિત્રો ક્યારેક એટલા સાફ કે,
    આંસુ ના ચોકઠામાં એને મઢવા પડે છે..

  10. March 22nd, 2008 at 10:02 | #10

    નજરને જે નિરખવું છે એ ક્યાં સામે મળે છે..,
    એટલે જ તો હૃદયમાં કોઇકનાં જાંખવું પડે છે,

    હોય એ પગની પાયલ કે પછી હાથની ચૂડી..,
    આપણી હોય હલચલ ને એને ખનકવું પડે છે,

    દેખાય પછી જ્યારે ચિત્ર એકદમ સાફ તો,
    આંસુનાં ચોકઠા માં એને મઢવું પડે છે,

    મહોબ્બત કરવાંમાં લોકો મશહૂર ગણે છે,
    એવું આશ્વાસન ખૂદને આપવું પડે છે.

    due to net problem agad ni comment post thai gai Che bhul thi…
    baaki aa mast geet che mane lakhava preri gayu..ne lakhai pan gayu kaik…jo

  11. shahvipul
    March 29th, 2008 at 22:34 | #11

    ખુબજ સરસ ગીત મને આ ગીત ખુબજ ગમે છે mashoor chhe rankkar ane aap pan mashoor chho, afsos kevai aetlo ke tame pan door chho.

  12. kaushik
    October 16th, 2008 at 10:59 | #12

    It is very nice to read and enjoy.
    9979108120

  13. DIPAK SHAH
    December 29th, 2008 at 23:32 | #13

    ઘણા સમયથિ આ શોધતો હતો આજે મલિ ગયો
    આભાર
    ગિ

  14. bharat shah
    July 14th, 2009 at 18:13 | #14

    આ ગેીત મને બહુ ગમે મરા પપ્પા ના સમય નુ ગેીત સે આભાર્…………..ધન્યવાદ

  15. harshadbrahmbhatt@hotmail.com
    May 11th, 2011 at 05:15 | #15

    ગૂડ મક cd

  16. Pathu B Mobh
    May 18th, 2016 at 12:57 | #16

    અમથી જીગરમાં આંધી ચડે છે ને,
    આંખ્યો બીચારી વાદળ બને છે.
    હો નજર ને કહી દો કે..

    વાહહહ પલ્લી વાર સાંભળ્યું અને દીલ મા ઉતરી ગયું

  1. No trackbacks yet.