આપણા સંબંધ – ભાગ્યેશ ઝા

સ્વર: સોલી કાપડિયા



આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.

કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.

ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂંછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાનાં.
—————————————-
ફરમાઈશ કરનાર મિત્ર: વશિષ્ટ શુક્લ