Home > ગઝલ, તુષાર શુક્લ, દીપ્તિ દેસાઈ > હોઇએ આપણ જેવા – તુષાર શુક્લ

હોઇએ આપણ જેવા – તુષાર શુક્લ

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હોઇએ આપણ જેવા એવા દેખાવાની મોસમ આવી,
અંદર બહાર થઈને લથબથ લહેરાવાની મોસમ આવી.

ઘડીક વાદળ, ઘડીક તડકો, ઘડીક વર્ષા, ઘડીક ભડકો,
એક-મેકમાં ખોવાવાની, જડી જવાની મોસમ આવી.

એકબીજાને દૂર દૂરથી જોયા કરતાં આમ ભલેને,
આજ અડોઅડ એક-મેકને અડી જવાની મોસમ આવી.

રેશમ રેશમ રૂપને પાછું ભીનું થઈને બહેકે અડકો,
આજ પારદર્શક સુંદરતા નડી જવાની મોસમ આવી.

વીતેલાં વર્ષોને ભુલી ચાલ ફરીથી પલળી જઇએ,
ફરી ફરીને, ફરી પ્રેમમાં પડી જવાની મોસમ આવી.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    April 3rd, 2008 at 11:29 | #1

    સરસ ગઝલ. આમાં કોઈ ફીલસુફી આરોપ્યા વીના કેવળ જાતીય આનંદનું વર્ણન માણીએ તો પણ એ નાજુક વીશયને બહુ જ સરસ માવજત આપી છે.
    મેં આવી એક કવીતા લખી હતી –
    http://kaavyasoor.wordpress.com/2007/05/06/navsarjan_suresh/
    પણ એમાં હું છેવટે આદતવશ ફીલસુફી લાવ્યા વીના ન રહ્યો.

  2. pragnaju
    April 3rd, 2008 at 15:18 | #2

    મધુર સ્વરે ગવાયલું
    મધુરુ ગીત
    સોનાવરણી સીમ બની,
    મેહુલિયે કીધી મ્હેર રે
    મોસમ આવી મહેનતની
    જેવા તો ગીતો માણ્યાં હતાં પણ
    આ તો જેવા હોઈએ તેવા દેખાવાની મોસમ!
    તુષારની મધુરી કલ્પના

  3. Ketan Shah
    April 3rd, 2008 at 17:47 | #3

    wow great,

    રણકાર પર સ્વર, સંગીત અને શબ્દો ને માણવાની મોસમ આવી.

  4. April 3rd, 2008 at 21:26 | #4

    પ્રેમ ની કુંપળો ફુટવા ની મોસમ આવી,
    વાવેલા સપનાં લણવાની મોસમ આવી.

    nice gazal..

  5. April 4th, 2008 at 20:39 | #5

    ની તતો કોલેજ ના દીવસો ની યાદ અપાવી દીધી ખુબજ સરસ આ ગીત છે,અને સરસ સગીત છે.

  1. No trackbacks yet.