Home > ગીત, દીપ્તિ દેસાઈ, પ્રભુલાલ દ્વિવેદી > મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

પરંપરાગત જૂની ગુજરાતી રંગભૂમિનો એક સુવર્ણયુગ હતો. ગુજરાતનાં ગામડે ગામડે ભજવાયેલા નાટકો માણનારા પ્રેક્ષકો આજે પણ એના સંભારણાથી સમૃધ્ધ હશે. બોલચાલની સીધી સહજ અને સરળ ભાષામાં લખાયેલા, સ્વરબધ્ધ થયેલા અને ગવાયેલા આ ગીતોમાં લોકજીવનમાંથી જન્મેલા અને લોકજીભે સચવાયેલા નવે નવ રસ સામેલ હતાં. આજે સાંભળીયે એવાં જ એક નાટક ‘વડીલોનાં વાંકે’ માટે લખાયેલ આ સુંદર ગીત..

સ્વર: દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મીઠા લાગ્યા તે મને આજનાં ઉજાગરા,
જોતી ‘તી વાલાની વાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

પગલે પગલે એનાં ભણકારા વાગતાં,
અંતરમાં અમથો ઉચાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હિંડોળાખાટ રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

ઘેરાતી આંખડીને દીધાં સોગંદ મેં,
મટકું માર્યું તો તારી વાત રે,
અલબેલા કાજે ઉજાગરો, મીઠા લાગ્યા તે..

Please follow and like us:
Pin Share
  1. pragnaju
    April 7th, 2008 at 15:53 | #1

    … ક્યાં ગયાં એ રંગભૂમીના નાટક ?
    અને
    એ મધુરા મધુરા યાદ રહી જાય તેવાં ગીતો!
    મઝા આવી ગઈ

  2. April 7th, 2008 at 21:41 | #2

    ખુબજ સરસ રચના છે,
    અને સારી ગાયકિ છે, નિ.

  3. June 18th, 2011 at 02:27 | #3

    ૨૫૦૦૦ ગીતો પૈકી મારે તો વધુમાં વધુ જાણવા^ છે.છે કોઈ ઉપાય ?

  4. surekha
    January 12th, 2012 at 16:11 | #4

    like it

  5. GAUTAM CHOKSEY
    February 15th, 2012 at 12:43 | #5

    માલવપતિ મુંજ નાટક માં અશરફખાન જયારે આ ગીત ગાતાં ત્યારે ૧૬ ૧૬ વાર વન્સ મોર પ્રેક્ષક ગણ કરાવતા ……તેની યાદ આવી …સુન્દેર

  1. No trackbacks yet.