વડલો કહે – દુલા ભાયા કાગ
સ્વર: સંજય ઓઝા
વડલો કહે મારી વનરાયું સળગી ને,
છોડી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળાજી,
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળાજી,
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાજી,
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળાજી,
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
Related posts:









દુલાકાગનું ભજન -સંજય ઓઝાનાં સ્વરમાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હોજી..
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળાજી,
કો’ક દિ આવીને ટહુકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં,
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી..
પ્રેમી […]
મધુર મધુરુ
પહેલી જ વાર સાંભળ્યું સરસ ભજન . તેમની જીવનઝાંખી વાંચો.
http://sureshbjani.wordpress.com/2006/07/12/dula_kag/
ૐ
કેટલું સુંદર અને ભાવવાચક છે આ પ્રાચિન ભજન કે સીધું અંતરે ઊતરી જાય છે! મહાભારતના ભિષ્મપિતામહની સફેદ દાઢી જેવો એ વિશાળ,ઘેઘૂર,મહાન અને પુરાણા
શ્રી દુલા ભાયા કાગ નામક એ કવિ વડલાની ડાળે આજે તો મનડું પંખીડું બનીને અતિતમાં જઈ બેઠું.કવિતાના એ સાવજને મનડું વંદન કરે છે.
ચાંદસૂરજ
સવારમા ખાલી વાંચી ને જ આંસુ આવી ગયા કે બહુ ઓછા લોકો છેક સુધી સાથ નિભાવે…બહુ સરસ ભાવાર્થ છે..સબંધો નો આમા…સમજીએ તો ઘણુ છે..
વાહ! શું શબ્દો છે!
દુલા કાગ જેવો કવિ ન થાય. એના એક એક ભજન અમુલ્ય છે.
હદયથી આભાર આ ભજન અહીં મુકવા બદલ.
Thank you!
ભાઈ…ભાઈ..ભાઈ.. ખુબજ સુંદર ભજન,અને ભાવવાહી શબ્દો,
જુના ભજ્નો બહુ વખત પચી સમ્ભલ્યા
ભાઇ ભાઇ મજા આવી ગ્ઇ આવા જુના ભજન ઓન લાઇન કરતા રહેજો. નારાયન સ્વામિના
જુના ભજન રાખજો ભાઇ ………જય માતાજી.
ધન્ય , ધન્ય તમ્ને અવિ સુન્દર વેબ્સઐત મતે
દધન્ય દુલ ભૈ કગ્ને પન્
So delighted to listen to this Dulabhai’s composition through the voice of Sanjay Oza and group. Many thanks.
દુલા કાગ જેવો કવિ ન થાય. એના એક એક ભજન અમુલ્ય છે.
હદયથી આભાર આ ભજન અહીં મુકવા બદલ.
ભૈ શ્રિ નિરજ ભૈ,
શ્રિ દુલા કાગ ના દુહા મુકવા વિનન્નતિ ચે.
આભાર.
ઘણા સમય પછી આ ગીત સાંભળ્યું અને નાનપણ નો સમયમાં આ ખુબ જ ગાતા પણ હતા. હવે ફરી તેને સાંભળવાથી તેનો ભાવના સભર અર્થ સમજાય છે. આભાર
દુલા ભાયા કાગ ખુદ એક શ્રેષ્ઠ અત્મ્ગ્નાની કવિ નું ઉદાહરણ છે. ખુબજ સરસ કામ આપે હાથ માં લીધું છે. જાય માતાજી .
જેમના માટે ચોળ્યો ઝીંદગી નો સેલ્લો શ્વાસ,
એમને આવી ને કહ્યું અરે ! રે આ કોની લાશ !!!!!!!!!
જાય માતાજી !!!!!સરસ વેબ site છે .