Home > કમલેશ સોનાવાલા, ગીત > અમારા બધાં સુખ – કમલેશ સોનાવાલા

અમારા બધાં સુખ – કમલેશ સોનાવાલા

સ્વર: ભુપિન્દર સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંધ્યાના નભમાં છે લાલી શરાબી,
પણ ઇશ્ક છે, ફરેબી ને આલમ ખરાબી.

અમારા બધાં સુખ તમોને મુબારક,
મહેલોની મહેફિલ તમોને મુબારક;
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

પ્રેમ તણી કશ્તી મેં દિલમાં હિલોળી,
મૌનનાં ખડક થઈ તમે રે ડૂબાડી;
સાગરના મોતી તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કરું હાથ ઊંચા ના બંદગી સમજશો,
બતાવી રહ્યાં ત્યાં વફાની તબાહી;
ખુદાની ખુદાઈ તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

કમલ તણી યાદોનાં ભ્રમર કદી બનશો,
પંકમાં ખીલ્યાં’તાં ને પંકમાં બીડાયાં;
બહારોની બરકત તમોને મુબારક,
તનહાઈયાંમાં યાદી તમારી,
અમારા બધા સુખ તમોને મુબારક.

Please follow and like us:
Pin Share
  1. July 28th, 2008 at 09:33 | #1

    સરસ શબ્દો ….તમને પણ આ ગીત મુક્વા બદલ મુબારક .. 🙂

  2. haresh dave
    July 29th, 2008 at 04:13 | #2

    Oh My God! What a wonderful song? Who is the music director? What album is this? Really, Gujarati language is very rich with these kind of lyrics and music! Thanks

  3. pankaj nappoo
    July 30th, 2008 at 04:46 | #3

    voice with bass voice like Mukesh are decreasing. Singer like Bhupendra, Jagjit Singh few are there. Good voice.

  4. rupal
    October 2nd, 2009 at 11:40 | #4

    chetu :સરસ શબ્દો ….તમને પણ આ ગીત મુક્વા બદલ મુબારક ..

  1. No trackbacks yet.