Home > અવિનાશ વ્યાસ, ગરબા-રાસ > તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! ….. તારી બાંકી રે…..

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે , મને ગમતું રે,
આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !….. તારી બાંકી રે…..

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

—————————————–

ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

Please follow and like us:
Pin Share
  1. rajoo shah new york
    July 16th, 2008 at 19:20 | #1

    good job / put gujarati songs together….

  2. Jagdish
    July 18th, 2008 at 12:55 | #2

    The song is great, but the music to go with this beautiful song is rubbish.
    This awful music composition has ruined a wonderful song.

  3. Pankaj
    August 13th, 2008 at 23:41 | #3

    Is it possible to select and play several songs at atime rather than seclecting one at a time?

    Also Can we list most listened oe most favourite so that it is easy to scan.

    thanks for nice website.

  4. hemantmehta
    September 7th, 2008 at 11:53 | #4

    DEAR NIRAJBHAI,
    WHO IS THE FENALE SINGER,
    HER VOICE IS MELODIOUS &MUSIC BY
    SHRI AVINASH VYAS ,IN OUR GUJARATI LANGUAGE ,WE GOT SUCH AGOD GIVEN GIFTED POET CUM MUSIC DIRECTOR,ON WHICH WECAN TELL OTHERS ABOUT OUR LANGUAGE SUPERIORITY

  5. Aditya
    October 16th, 2008 at 18:43 | #5

    Excellent..

  6. Narendra Masrani
    February 2nd, 2009 at 11:34 | #6

    You have made me nostalgic – Narendra Masrani

  7. February 2nd, 2009 at 19:08 | #7

    this makes me very nostalgic

  8. Surendra Kumar Shah
    August 13th, 2009 at 12:58 | #8

    What a wonderful collection! Some old – some new, all lovely! My all time favourite is Avinash Vyas. Not only is the melody delicious, but the lyrics are most touching!

    I hope your efforts will keep our great language not only alive, but prosper!

    Surendra

  9. Gandhi M.D., U.S.A.
    October 7th, 2009 at 03:32 | #9

    આ ગીત પણ ૧૯૫૨-૫૩માં પ્રથમ વખત સાંભળ્યું હતું અને ત્યારથી જ આ ગીતનો જાદુ અત્યાર સુધી એવોને એવોજ સનાતન રહ્યો છે. એ જમાનાની આ રેકર્ડની બીજી બાજુ ‘છાનું રે છપનું કઈં થાય નહીં, થાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં’ એ ગીત હતું. બન્ને ગીતો બહુ સરસ મીઠા-મધુરા છે.

  10. jitu bhatt
    October 27th, 2009 at 18:13 | #10

    Outstanding.Outstanding.Outstanding. Thanks.

  11. p u r n i m a
    July 24th, 2010 at 12:52 | #11

    ગીત સાથે શબ્દો નો મેળ ઘણી જગ્યાએ ભિન્ન છે … સાચું કાવ્ય છે કે ગીત ?
    સમજ્હ આપશે કોઈ તો આભારી થઈશ ….

  12. June 29th, 2011 at 09:14 | #12

    Gujarati song gazals

  1. No trackbacks yet.