Home > ભાગ્યેશ ઝા, રવિન નાયક > આ વાયરાના તોફાને – ભાગ્યેશ જ્હા

આ વાયરાના તોફાને – ભાગ્યેશ જ્હા

March 17th, 2009 Leave a comment Go to comments

સ્વરાંકન: રવિન નાયક
સ્વર: સમુહગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ વાયરાના તોફાને આવેલા વરસાદે
ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને,
એ આવે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં
પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

Please follow and like us:
Pin Share
  1. bharti
    March 17th, 2009 at 09:12 | #1

    મજજો કરaવિ દિધો તમે તો

  2. March 17th, 2009 at 09:51 | #2

    Aa maru fav kavya che.

    This was nicely sung & composed by Ravin Naik which i heard last june at C C Mehta Audit, Baroda in the presence of Shree Bhagyesh Jha.

    Is there any way to hear music on Rankaar as this player is not working in my PC ??????

  3. March 17th, 2009 at 10:19 | #3

    સુંદર રચના….

  4. March 17th, 2009 at 13:12 | #4

    નીરજભાઇ,
    હમણા જ તમારી વેબ સાઈટ મળી છે ખુબ ગમી. મારી રચના મોકલુ છુ.

    “હૈયાનો વલોપાત આજ ડોકિયુ કરે નયનથી
    રખે, આંસુ માનતા……..
    (તમ)યાદોનો ભાર ના જીરવાય પાંપણઓ થી”.

    અંજલી,
    “ચુમી લહરી વેદનાની આતમને
    માન્યુ હશે વજ્રપાત સમી,
    ભેદ્યા બાહ્યપડો ને ક્ષણ માં
    કિંન્તુ નિશાની એકે ના રહી દાખલ થયાની”.

    ઈલા મહેતા

  5. kusum Master
    March 17th, 2009 at 14:38 | #5

    very touchy

  6. kusum Master
    March 17th, 2009 at 14:48 | #6

    સુન્દેર રચના

  7. M.D.Gandhi, U.S.A.
    March 28th, 2009 at 06:01 | #7

    સરસ કાવ્ય છે.

    “આ પાણીનાં બાણ બધાં વિંધે ગુલાબને
    એ આવે પણ કળીઓને તોડી.”

    સરસ રચના છે.

  8. યજ્ઞાંગ પંડયા
    December 15th, 2011 at 17:16 | #8

    અદભૂત શબ્દો અદભૂત સ્વરાંકન એકદમ મજા પડી ગઈ

  9. Haritbhai
    December 16th, 2011 at 17:15 | #9

    હૃદયંગમ રચના !

  1. No trackbacks yet.