Home > આરતિ મુન્શી, આશિત દેસાઈ, ગીત, તુષાર શુક્લ > શબ્દ કેરી પ્યાલીમાં – તુષાર શુક્લ

શબ્દ કેરી પ્યાલીમાં – તુષાર શુક્લ

March 16th, 2009 Leave a comment Go to comments

મિત્રો,

આજે ૧૬ માર્ચ, રણકારનો જન્મદિવસ. આજે સૂર અને સંગીતની આ સફરનાં બે વર્ષ પૂરાં થયા. આ સફરમાં જે મિત્રોનો, રણકારનાં શ્રોતાઓ તથા વાચકોનો સાથ-સહકાર સાંપડ્યો છે તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌ વગર આ સફર આમ અવિરત રીતે ચલાવવી શક્ય નહોતી.

સ્વર: આરતિ મુન્શી, આશિત દેસાઈ
સ્વરાંકન: શ્યામલ-સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.
મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા.

જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર આ ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

Please follow and like us:
Pin Share
 1. Patel N C
  March 16th, 2009 at 10:50 | #1

  On the happy occasion of the birthday of “RANKAAR” I quote the message given by the Mother of Sri Aurobindo Ashram as under with the prayer that what is quoted hereunder be realized:

  A Happy beginning
  A Good Continuation
  And No End
  And endless progression

  The Mother

 2. Suresh Jani
  March 16th, 2009 at 11:13 | #2

  અભીનંદન
  એનું રસદર્શન વાંચો
  http://gadyasoor.wordpress.com/2007/07/14/lyo_ame_to_tushar/
  મારી ત્રીજી ઈ-ચોપડીનો ઉપોદઘાત પણ આ ગીત જ છે.

 3. nirupam
  March 16th, 2009 at 11:16 | #3

  પિય નિરજભાઈ,
  રણકાર નાં જન્મદિને અભિનંદન.અનેક શુભેચ્છાઓ.

  નિરુપમ

 4. Khyati
  March 16th, 2009 at 11:24 | #4

  રણકારનો સ્વર કાયમ રણકતો રહે અને આ જ રીતે બસ અમને આપણી આ ભાષાના સુંદર સંગીતનો લહાવો લેવા મળતો જ રહે.. તેવી શુભેચ્છા સાથે જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ અને નિરજ, તને ખુબ ખુબ અભિનંદન કે આવું સરસ જે કામ તું કરે છે, ખરેખર દાદ લેવા લાયક..Heartly Congratulationssss

 5. March 16th, 2009 at 12:55 | #5

  સદાયને માટે રણકતો રહે રણકાર.
  રોજ અમને મળતો રહે રણકાર.

  અન્ત એનો કદિ ના હો ‘આરઝુ’
  અનન્ત સુધી વિસ્તરતો રહે રણકાર.

  “રણકાર” જન્મદિવસે ખુબ ખુબ શુભકામના.

 6. uma
  March 16th, 2009 at 12:57 | #6

  happy birthday,
  from RANKAARwe can take great enjoyment.

 7. March 16th, 2009 at 13:41 | #7

  A very Happy Birthday To Rankaar… ( cake malshe ne Niraj 🙂 )

  નીરજ,

  રણકાર ની આ સફળતા બદલ તને ખુબ ખુબ અભિનંદન..આટલા સરસ સાઇટ અને આટલા સરસ ગીતો નો ખજાનો ખુલ્લો મુકવા બદલ આભાર દોસ્ત..

  ”અહીં ગીત એક રણકતું મુકી તમે આ ચાલ્યા,
  ગીત ના શબ્દે શબ્દે અમે ખુબ મહાલ્યા.”

 8. March 16th, 2009 at 15:11 | #8

  રણકાર ને જન્મદિવસની વધાઈ..

  ગુજરાતી સાહિત્યની ડિજીટલ ડાળખીઓ સમો..રણકાર.. સદાય રણકતો રહે એજ
  કામનાઓ..

 9. March 16th, 2009 at 15:44 | #9

  આ મીઠા સ્વરો કાયમ રણકતા રહે એવી શુભેચ્છાઓ. આ સુંદર કાર્ય માટે નીરજભાઈને ખુબ ખુબ ધન્યવાદ !

 10. GAUTAM
  March 16th, 2009 at 19:19 | #10

  શ્રી.નિરજનભૈ
  આપ ના રણકાર ને જન્મ્ દીવસ મુબારક હો.
  આવતા અનેક વરશો તેનો રણકો રણક તો રહે,
  એવી દિલોજાન થી પ્રભુ ને પ્રાથના…..

 11. M.D.Gandhi, U.S.A.
  March 16th, 2009 at 21:05 | #11

  ગુજરાતી કવીતા અને ગુજરાતી ગઝલને જીવંત રાખવામાં મદદ કરનાર રણકારના જન્મદિવસ પ્રસંગે શુભકામનાઓ.

 12. Simran
  March 16th, 2009 at 21:27 | #12

  Happy Birthday to Rankaar.
  સો ટચ નાં સોના જેવો આસિતભાઈ નો અવાજ અને તુષારજીની સુંદર રચના – એના જેવુ ઉત્તમ બિજુ કોઇ અભિનન્દન ના હોઇ શકે. Really Sweet. Hearty congratulations to Neerajbhai.

 13. Naishadh Pandya
  March 17th, 2009 at 04:36 | #13

  Dear nirajbhai
  Many many happy returns of the day. please keep it up and give some old songs in original voice. Thanks again.

 14. March 18th, 2009 at 05:45 | #14

  Hii dear

  Heartiest Congratulations on your b’day

  and lovly song………!!

 15. Dinesh Akhani
  March 18th, 2009 at 09:26 | #15

  Dear Nirajbhai
  congratulations and many happy returns of the day.You are doing wonderful job. Keep it up.

 16. March 18th, 2009 at 13:21 | #16

  જન્મદિવસે રણકારના જન્મદાતા નીરજભાઇને હાર્દિક અભિનંદન. બર્થ ડે ની રીટર્ન ગીફ્ટ ખૂબ સરસ મૂકી છે. મારી અતિ-પ્રિય રચનાઓ પૈકીની એક.

 17. March 19th, 2009 at 06:05 | #17

  નિ.ખુબજ અભિનંદન તને તારા રણકાર નો રણકાર બસ આ રીતે ફેલાતો રહે એવિ સુભેછા

 18. June 6th, 2009 at 12:58 | #18

  કવિ તુષાર શુક્લે ફકીરી અંદાજમાં ગીત લખ્યું અને તેને ગાયક-વાદકગણે આબાદ નિભાવ્યુ. અભિનંદન, બહુત ખુબ… બહુત ખુબ…

 1. No trackbacks yet.