ત્યારે સાલું લાગી આવે – મુકેશ જોશી
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે,
જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે,
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક તમારી તલવારો પર દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
Related posts:









મસ્ત તોફાની સ્વરાંકન….
વાહ!!!
અતિસુંદર.
નીરજભાઇ આપની દરેક પોસ્ટ ખરેખર માણવા જેવી હોય છે.
મુકેશ જોશીનું સુંદર ગીત.
મુકેશભાઇનું “એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ…” સ્વરાંકન કરેલું ગીત હોય તો ક્યારેક મૂકજો ને.
નીરજભાઈ, આજે આપનો ‘રણકાર’ માણ્યો. કાંઈક અનોખું… કાંઈક મજાનું.. મેળવ્યાનો આનંદ થાય છે. ને ગઝલની વાત કરું તો …’સાલું લાગી આવે’
આ રચનાની રજૂઆત સાથે સંકળાયેલાં સૌને મારા ધન્યવાદ.
નિરવભાઇ,
તમારી દરેક પોસ્ટ ખરેખર મન ને પ્રફુલ્લિત કરે તેવી ચ્હે.
Many many thanks.
બહુ મસ્ત ગઝલ છે.
લાગી આવેજ તો!
ખુબ સરસ શબ્દો છે, ગુજરાતી ભાષા મા આટલા સરસ કવિઑ-ગઝલકારૉ છે છતાંયે સસ્તુ અને હલકુ લખનારા ની લોકો વાહ વાહ કરે….ત્યારે સાલુ લાગી આવે…
મુકેશભાઈ ખુબ ગુઢાર્થ સાથે લખી છે….અમારી ગુજતૃષા સંતોષતા રહેજો.
શ્યામલભાઈ-સૌમિલભાઈ Zydus Cadilla મા હતો ત્યારે હસ્તાક્ષર થી તમને/તમારી રચનાઑ સાંભળવા ની શરૂઆત કરી હતી, તમારી દરેક રચનાઑ કંઇક અલગ જ હોય છે….મજા આવી.
અરે.. વૅબમહેફિલ પર આ ગીત મૂકવાની જ હતી
હવે તો લીંક સાથે મૂકીશ.
મારી ખુબ જ ગમતી ગઝલ…આભાર સાહેબ
Bahot khoob..sensible poem by Mukesh Joshi.Congrats to Munshi brothers.
vipul acharya
Bahot khoob…very sensible poem..congrats to SSM.
vipul acharya
Bahot khoob.. Congrats to Mukesh Joshi for sensible poem and SSM for composition.
vipul acharya
બહુજ સ્રરસ મુકેશ જોશિ નુ ગિત તોઅ બા અ
એક્લા રહે મુક્શો તો બહુ જ આન્દ થશે
Khubaj saras,Mukesh Joshi ne swamukhe aa gazal sambhdi hati, varso pachhi samdi ne bahuj khushi thai, Thanks a lot.