Home > ગીત, શ્યામલ મુન્શી > સૌની પાસે સૌની પ્યાલી – શ્યામલ મુન્શી

સૌની પાસે સૌની પ્યાલી – શ્યામલ મુન્શી

સ્વર: શ્યામલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

છે સૌની પાસે સૌની પ્યાલી,
કોઈ ભરેલી સાવ છલોછલ;
કોઈની ઉણી, કોઈ છે ખાલી.

કોણ આ કંઠે પ્યાસ જગાવે,
ધબકારાનાં ઘૂંટ ભરાવે;
કેટલી ભરી કોઈ ન જાણે,
તોય લીધી છે હાથમાં ઝાલી.

ઘૂંટ ભરાતા ખીલતી કાયા,
આંખમાં રૂડા રંગની છાયા;
મનમાં જાગે માદક માયા,
લોહીમાં ફુટે પ્રીત નિરાલી.

ફૂટતી વાણી ને વહેતી વાતો,
જામતી સંગત ને જામતો નાતો;
કોઈ આવીને સાથમાં પીતું,
કોઈ મૂકીને જાય છે ચાલી.

Please follow and like us:
Pin Share
  1. May 7th, 2009 at 13:42 | #1

    એસ. ડી. બર્મનની યાદ આવે એવું સંગીત…. મજા આવી. આભાર.

  2. Bharat Atos
    May 7th, 2009 at 15:55 | #2

    વાંસળીનો સૂર મનને મોહી લે એવો છે.
    સુંદર ગીત અને સંગીત.

  3. dr.gaurangi patel
    May 18th, 2009 at 16:41 | #3

    woderful voice. excellent music.

  1. No trackbacks yet.