તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: અર્ચના દવે, નયનેશ જાની



તું અને હું જાણે સામા કિનારા,
વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખનાં,
મૌન કંઈ કહેતું એ શું?
તું અને હું..

હળવેથી વાતી આ લેહેરાતી લહેરખી
ને લહેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
તું અને હું..

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સૂતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર,
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રૂદિયામાં રોતું એ શું?
તું અને હું..