Archive

Click play to listen all songs in ‘સપ્રેમ’ Category
This text will be replaced by the flash music player.

ના છડિયા હથિયાર – પારંપરિક

March 3rd, 2014 9 comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:હેમુ ગઢવી
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી

ના છડિયા હથિયાર
અલ્લાલા બેલી
ના છડિયા હથિયાર
મરણે જો હકડીવાર
દેવોભા ચેતો
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

પેલો ધીંગાણો
પીપરડી જો કિયો
ઉતે કીને ન ખાધી માર
કીને ન ખાધી માર
હેબટ લટૂરજી મારું રે
ચડિયું બેલી
ઝલ્લી માછરડેજી ધાર
દેવોભા ચેતો
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

જોટો સ્કૂલ હણે
છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા
ડાબે તે પડખે
ભૈરવ બોલે જુવાનો
ધીંગાણે મેં
લોહેંજી ઘમસાણ
દેવોજી ચેતો
લોહેંજી ઘમસાણ
મૂળુભા બંકડા
ના છડિયા હથિયાર

અલ્લાલા બેલી
અલ્લાલા બેલી
અલ્લાલા બેલી

taintedsong.com taintedsong.com taintedsong.com

આંખ મારે – રમેશ પારેખ

December 22nd, 2013 9 comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:પાર્થિવ ગોહિલ
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વેળાવદરનો વાણીયો રે.. મુઓ વાણીયો રે..
મને આંખ મારે..
ફલાણા શેઠનો ભાણીયો રે.. મુઓ ભાણીયો રે..
મને આંખ મારે..

હું તો પાણી ભરીને કુવો સિંચતી રે..
જાત પાંપણની જેમ હું તો મીંચતી રે..
વાંકોચૂકો તે કરે લટકો રે..
ભરે આંતરડા તોડ ચટકો રે.. મુઓ ચટકો રે..
મને આંખ મારે..

નથી ખોબો ભર્યો કે નથી ચપટી રે..
તોય લીંબોળી વીણતા હું લપટી રે..
મને લીંબોળી વીણવાના કોડ છે રે..
એનો વેળાવદરમાં છોડ છે રે.. લીલો છોડ છે રે..
મને આંખ મારે..

taintedsong.com taintedsong.com taintedsong.com

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

April 20th, 2013 13 comments
આલ્બમ:સપ્રેમ
સ્વરકાર:પાર્થિવ ગોહિલ
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગનાં અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન વરસાદ ભીંજવે

taintedsong.com taintedsong.com taintedsong.com