Archive

Posts Tagged ‘paresh naik’

આપી આપીને – વિનોદ જોષી

May 29th, 2014 10 comments
આલ્બમ:શબ્દ પેલે પાર
સ્વરકાર:પરેશ નાયક
સ્વર:માલિની પંડિત નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આપી આપીને તમે પીંછું આપો સજન,
પાંખો આપો તો અમે આવીએ..

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યાં;
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યા.

આપી આપીને તમે ટેકો આપો સજન,
નાતો આપો તો અમે આવીએ..

કાગળમાં કાળઝાળ રેતી વીંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો સજન,
આંખો આપો તો અમે આવીએ..

taintedsong.com taintedsong.com taintedsong.com

છૂંદણા – ચિંતન નાયક

May 26th, 2014 6 comments
આલ્બમ:શબ્દ પેલે પાર
સ્વરકાર:પરેશ નાયક
સ્વર:હિમાલી વ્યાસ નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


Shabda-Pele-Paar-Front

છૂંદણા છૂંદીને હું તો મૂઈ મૂઈ વા’લમા,
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..
થોકબંધ ટહુકાઓ આઘા ઠેલા ને તોય,
પડઘાતી અંતરની કૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

ગામતર આંખુયે વાત્યુંનો વગાડો
ને મહેરામણ મેહણાનો હેમ,
એમાં હું અપલખણી ગાગર લઈ હાલી
ને છલકાતી આંખે સીમ,
પગથીમાં પથરાતા રણકાને નીંદે છે
વડલાઓ સખીઓ ને ફૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

ખાતરમાં લાલ લાલ ચાસ પડે એવા
કે આથમણા ઉગમણા લાગે,
મેળે માહલ્યાની વેળ મેડીએ મૂકી
ને તોયે ભણકારા ભીંતોને ભાંગે,
મહેકી મહેકીને મને અધમૂઈ કરતી
આ મારાતે આંગણાની જૂઈ..
છૂંદણા છૂંદીને હું તો મૂઈ..

taintedsong.com taintedsong.com taintedsong.com