બોલો એમાં ખોટું શું છે? – હિતેન આનંદપરા
સ્વર: આલાપ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એક કુંપળ જો ફૂલ બને તો બોલો એમાં ખોટું શું છે?
પીળું ઝરઝર પાન ખરે તો બોલો એમાં ખોટું શું છે?
મંદિરમાં ઈશ્વરની સામે શ્રદ્ધાથી બે હાથને જોડી,
પ્રિયતમાનું ધ્યાન ધરે તો બોલો એમાં ખોટું શું છે?
શૈશવમાં સાથે ઉછરેલાં બે જણ ફરી મળ્યા છે,
ખુબ હસી એ રડી પડે તો બોલો એમાં ખોટું શું છે?
સુંદર રચના..
ત્રણેય શેર આસ્વાદ્ય થયા છે… પણ આ ગઝલમાં બીજા પણ શેર હશે ને?
સરસ શેર(શેરો!) છે.
સુમધુર સુર મા સારુ ગવાયુ છૅ.
નાની ગઝલ અને સરસ રીતે શ્રી આલાપ દેસાઈએ સ્વરાંકન કરી છે, અભિનદન…..