કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે – વીરુ પુરોહિત

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વરકાર: દક્ષેશ ધ્રુવ

સ્વર: અમર ભટ્ટ



કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે..

આસપાસ દર્પણનો તડકો,
તું સૂરજના હોવાની ધારણા;
લાગણીનું રણમાં ચણાતું મકાન,
પારદર્શકતા સગપણના બારણા.
પડઘાતી દૂરતા નેવાની ધારમાં
કે ધોધમાર રોજ કોઈ વરસે.
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે.

રોજ રોજ આંખ્યુંમાં મળવાના પંખીઓ
ઈચ્છાનું આભ લઇ આવતા;
આપના સંબંધ સખી એવા કેહવાય
જાણે શીર્ષક વિનાની કોઈ વાર્તા.
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગુકુલ સળવળશે.
કે હે મને પાણી જેમ કોઈ સ્પર્શે.