તારી જીવનગાડી ચાલી રે…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તારી જીવનગાડી ચાલી રે
પ્રાણી કિયે રે મુકામે..
સાવ રે અણજાણ્યા પંથે, છૂટી જાય સાથી સંગી
મળે નહીં કોઈ સથવારો.
કરેલા કરમ કેરી બાંધી રે ગઠરિયા
ને એકલો તું ચાલ્યો પરબારો
તે તો લીધી વાટ્યું આડી રે, પ્રાણી ભૂલ્યો ઠામઠામે
તારી જીવનગાડી ચાલી રે..
મોતની લગાવી બાજી, જીવનો જુગાર ખેલ્યો,
આત્મા રમાડ્યો કોડી ભાવે,
ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં,
ને જિંદગી ગુમાવી એક દાવે,
એતો ગોરખધંધો ખાલી રે, પ્રાણી મળી ખોટ સામે,
તારી જીવનગાડી ચાલી રે.
વાદળા છવાયા માથે ઝબુકતી વીજળી ને
ચારેકોર ઘેર્યા મેઘ બારે,
ભરીને કરાર આંધી અંતર ધર્યું જ્યાં
ને અચાનક લાગ્યો ભાવ ભારે.
તાકાતનો પાણો ભરી રે પ્રાણી તારે રામ નામે,
તારી જીવનગાડી ચાલી રે..
ઑરીજિનલ અવાજ મા સાભળ્યા પછી બીજા મા મજા ન આવી.
Great composition. I wonder who composed it!! Whoever it is deserves much complement.
A great simple voice – god bless her! I loved it. And thank you, Nirajbhai.
I do not know who the original singer was .. but unlike Naishadhbhai above, I think this singer’s voice is absolutely riveting! What’s her name? Thanks for sharing Nirajbhai
સુંદર ગીત .. કવિ, ગાયક, અને સંગીતકાર વિષે કોઈ માહિતી આપશે?
ગણેલી રકમ લઇ ને આવ્યો બાઝારમાં ….
અતિસુંદર …..
અતિ સુંદર ગીત અને વળી સુંદર અવાજ . હૃદય સ્પર્શી.
અભાર
ચંદ્રકાંત