તારી જીવનગાડી ચાલી રે…

આલ્બમ: ભજન



તારી જીવનગાડી ચાલી રે
પ્રાણી કિયે રે મુકામે..

સાવ રે અણજાણ્યા પંથે, છૂટી જાય સાથી સંગી
મળે નહીં કોઈ સથવારો.
કરેલા કરમ કેરી બાંધી રે ગઠરિયા
ને એકલો તું ચાલ્યો પરબારો
તે તો લીધી વાટ્યું આડી રે, પ્રાણી ભૂલ્યો ઠામઠામે
તારી જીવનગાડી ચાલી રે..

મોતની લગાવી બાજી, જીવનો જુગાર ખેલ્યો,
આત્મા રમાડ્યો કોડી ભાવે,
ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં,
ને જિંદગી ગુમાવી એક દાવે,
એતો ગોરખધંધો ખાલી રે, પ્રાણી મળી ખોટ સામે,
તારી જીવનગાડી ચાલી રે.

વાદળા છવાયા માથે ઝબુકતી વીજળી ને
ચારેકોર ઘેર્યા મેઘ બારે,
ભરીને કરાર આંધી અંતર ધર્યું જ્યાં
ને અચાનક લાગ્યો ભાવ ભારે.
તાકાતનો પાણો ભરી રે પ્રાણી તારે રામ નામે,
તારી જીવનગાડી ચાલી રે..