ગાગરમાં પાણી છલકવાનું છે – કમલેશ સોનાવાલા
આલ્બમ:સંવેદન
સ્વર:પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
સ્વર:પાર્થિવ ગોહિલ, સાધના સરગમ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ગાગરમાં પાણી છલકવાનું છે
જોબનિયું આજે ઝલકવાનું
જ્યાં જ્યાં તમારાં પગલાં પડ્યાં
ઝાંઝરને ત્યાં ત્યાં ઝામકવાનું છે
ગાગરમાં પાણી..
કેસર ગુલાબી ચૂનરીની સંગ,
સજનીને સાંજે મળવાનું છે
મઢૂલી બનાવી કાન્હાની સંગ
મુરલીના નાદે મટકવાનું છે
ગાગરમાં પાણી..
નજર્યુંથી નજરને મળવાનું છે
ઝરમર ઝરમર વરસવાનું છે
ફૂલોની સંગે મહેકવાનું છે
લજામણી થઈ શરમવાનું છે
ગાગરમાં પાણી..
ઊભરતી ઉંમરને તલસવાનું છે
આશિક આ દિલને બહેકવાનું છે
મુખડું તમારું પૂનમવાનું છે
મધરાતે શમણામાં મળવાનું છે
ગાગરમાં પાણી..
Categories: કમલેશ સોનાવાલા, ગીત, પાર્થિવ ગોહિલ, સંવેદન, સાધના સરગમ kamlesh sonavala, Parthiv Gohil, sadhna sargam
વાહ … સુંદર શબ્દો .. સુંદર સ્વર..સુંદર સંગીત ..! સવાર રણકી ઉઠી ..! 🙂
સરસ શબ્દો , સરસ સંગીત, સરસ સ્વરાંકન, સરસ સવાર બની ગઈ , આભાર , સૌને અભિનદન……………………
waw ! but who is d composer of this song ?