તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર
મિત્રો,
આજે વેલેન્ટાઈન ડે.. પ્રેમીઓનો દિવસ.. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક પ્રેમ કર્યો જ હશે અને આજનાં જેવાં જ કોઈ દિવસે તેનો ઈકરાર પણ કર્યો હશે.. તો ચાલો સાંભળીએ એક એવું જ મઝાનું ગીત..
સ્વર: સૌમિલ મુનશી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..
ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..
સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..
આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..
તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.
વાહ , સાવ નવું જ ગીત લઈ આવ્યો. મજા આવી ગઈ.
મઝા આવી ગઈ..!
સાંભળવાની ખૂબ જ મજા પડી ગઈ…!
અરે વાહ નીરજ, આજ ના આ દિવસે આવું મઝાનું ગીત… ખુબજ સુંદર…!!
વાહ નીરજ, વેલેન્ટાઇન ડે ની બહુ જ સરસ ગીફ્ટ આપી છે.
Wishing you a very Happy Valentine Day
Nirajbhai…..Such a cool gift on valentine day …..Very nice
નિરજ ભાઈ વાહ, વાહ મસ્ત મજા આવિ ગઈ
અરે નિરજ….
૧૯૯૧ નો વેલેન્ટાઈન ડે યાદ કરાવી આપ્યો 😛
અરે …. ક્યાં ક્યાં થી ગીતો શોધી લાવો છો..!….અતિ સુંદર …!
પીળા ગુલાબ જેવુ જ મધુર ગીત ને
તેથી જ બન્ને આપવાનુ કે લેવાનુ મન થૈ જાય
તેવો આ સોહામણો સમય..!
myocardium વિંધીને આરપાર ઊતરી ગયું…..
તને ગીત દઉં કે ગુલાબ
દઇ દે આજે તું મને જવાબ…
અરે, અમે રણકારના ચાહકો તો
ગીત જ માંગીશું અને એ પણ આવા જ સુંદર…. !!!
Happy Valentine’s day to Rankaar….
વાહ દોસ્ત…ખુબ જ સરસ ગીત…પહેલી જ વાર સાંભળ્યું અને વારંવાર ખોવાઇ જવાયું.. આભાર અને અભિનંદન… 🙂 પીળુગુલાબ અને ring પણ સરસ છે..પણ .. કદાચ આ દિવસ ને અનુરૂપ લાલ ગુલાબ રાખું હોત તો ગીત ની મજા જ જુદી હોત.. … 🙂
આરે ગીત સાથે romance…wow..yellow rose..kai nahi..tane prem karnaar aane potana prem ni laalashu thii Red kari nakhase gulaabi kari mukase…evi j asha…
પણ બધાને જાહેરમાં prapose kare che…???bahu badhu “ha” padi dese..to locha…
બહુ જ સરસ
બહુ સરસ ચે ગીત મને બહુ ગમિ ગયુ પિડો ગુલબ
Wow ! Very nice
વાહ મજા આવી ગયી, સાથે ગાવાનુ મન થાય એવુ ગીત ચે.
મજા આવી ગઈ યાર. this may help me in participating into a performance.. i was searching for such creation only.. thanks a lot niraj
ખુબ સરસ ગઝલ છે, પ્રેમી હૈયાની વાત ને સારી તીતે શબ્દોમાં ઢાળી છે,
સરવૈયા શિલ્પા