તમારા વગર – રમેશ પારેખ

આલ્બમ: હસ્તાક્ષર

સ્વર: પંકજ ઉધાસ



તમારા વગર એ કુંવારી જ રહેશે,
તમારી કબર તો તમારી જ રહેશે.

તમે ઘર કે શેરી બદલશો પરતું,
ભીંતોની વફા એકધારી જ રહેશે.

ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી,
કે ખારી જમીનો તો ખારી જ રહેશે.

પગેરું હયાતીનું જોયું છે કોણે?
કે એતો કરારી ફરારી જ રહેશે.