સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
0:00 / 0:00
નિત્ય નિત્ય ભજીએ તારું નામ
તારું નામ તારું નામ… રે હોજી
કેમ કરી અમને પ્રભુજી હે મળ્યા.. રે હોજી
આણી તીરે ગંગા વ્હાલા ઓલી તીરે જમુના વ્હાલા
હે વચમાં ગોકુળિયું રૂડું ગામ… રે હોજી
વૃંદા તે વનમાં વહાલે રાસ રચ્યો છે સખી
હે સોળસેં ગોપીમાં ઘેલો કાન… રે હોજી
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા
હે છેલ્લી પંક્તિમાં રામો રામ… રે હોજી