આલ્બમ: સલુણાં ના સમ
સ્વર: કૌમુદી મુનશી
0:00 / 0:00
ભીંજાતી ચૂંદડીના રંગ ભીના થાય તો
ચૂંદડીના રંગને શું કહીએ?
ભીંજવી જાય કોણ એટલું જણાય તો
અંતરની વાત પછી કહીએ
અંતરની વાત એને કહીએ
માળે બાંધી પ્રીત હવે હોઠમાં હસે ને
હવે પાંગરતી પાનીઓમાં માયા
કેળના વનોમાં મીઠી કોયલડી ટહુકેને
મારી સંગે રામે રે પેલી છાયા
અણધારી યાદોના તરતાં તોફાન તો
ભમતા વાયુને શું કહીએ?
ભીંજવી જાય કોણ એટલું જણાય તો
અંતરની વાત પછી કહીએ
અંતરની વાત એને કહીએ
સંગેમરમરનો જરા સ્પર્શ સારી જાય ને
એનું રૂપ ધરી હોઠ બેઉ ધ્રૂજે
આવે ઘડીક આંખોનું નૂર થઈ
એ તો આઘે જય સુર જેમ ગુંજે
વીંઝાતી પાંખોને જંપ નહિ થાય તો
પંખીની જાતને શું કહીએ?
ભીંજવી જાય કોણ એટલું જણાય તો
અંતરની વાત પછી કહીએ
અંતરની વાત એને કહીએ