દુનિયા બની પ્રભુની ચોર – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય



આ બની પ્રભુની ચોર, દુનિયા બની પ્રભુની ચોર
જાણે સઘળું નંદકિશોર, દુનિયા બની પ્રભુની ચોર

કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ધરમની ચોરી કરતાં
નામ પુણ્યના, કામ પાપના, એકબીજાને ઠગતાં
સુરજનું અજવાળું એને છે અંધારું ઘોર,
દુનિયા બની …

સૌ સૌના સ્વાર્થમાં રમતા, સૌ સૌ ને છેતરતાં
હું સમજુ છું, પ્રભુ ન સમજે, એ ભ્રમણામાં રમતાં
નાથ જગતનો હિસાબ લેવા જાગે આઠે પ્હોર,
દુનિયા બની …