અરધી રાતલડીએ મને રે જગાડી – રમેશ ગુપ્તા

સ્વરકાર: દિલીપ ધોળકીયા

સ્વર: ઉષા મંગેશકર, મુકેશ



અરધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે..

મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે..

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઈને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મુલવનાર, આ તે કોણ રે.. 

ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે..