શ્વાસની લીસ્સી રેશમ – સુરેન્દ્ર કડિયા

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વરકાર: રવિન નાયક

સ્વર: રવિન નાયક



શ્વાસની લીસ્સી રેશમ દોરી ખેંચી લઈએ કેમ કરીને?
પતંગીયાને અડધું અડધું વંહેચી લઈએ કેમ કરીને?

અડધાં અડધાં આસું ઉપર અડધું પડધું હસવું છાંટી,
જીવતર જેવી ઘટના આખી સીંચી લઈએ કેમ કરીને?

કાળા ભમ્મર પાણી છે ને કળણ તો ઉંડા ઉંડા છે,
છેક ડૂબેલો એનો અક્ષર વાંચી લઈએ કેમ કરીને?

એક વસંતી ટહુકા જેવી કોયલ આખી આંબો થઈ ગઈ,
રગ રગમાં થરકંતી ચાલે લીચી લઈએ કેમ કરીને?