Home > આશિત દેસાઈ, પ્રાર્થના-ભજન, રમેશ પારેખ > કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ

કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ

સ્વર: આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કે કાગળ હરિ લખે તો બને,
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને.

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને.

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને.

Please follow and like us:
Pin Share
  1. May 26th, 2009 at 08:50 | #1

    superb !!

    wonderful song by R.Pa.

  2. May 26th, 2009 at 12:38 | #2

    જેવું સરસ ગીત એવું જ સરસ સ્વરાંકન… હળવી શૈલીમાં મધુરી ગાયકી…

  3. Bharat Atos
    May 27th, 2009 at 16:04 | #3

    સુંદર ભજન.

  4. May 29th, 2009 at 12:43 | #4

    v.good

  5. June 6th, 2009 at 13:04 | #5

    રમેશ પારેખનો ભજનની રચનાનો અંદાજ અને ગાયન-વાદન સાથે મેળ નથી બેસતો. રમેશ પારેખની આ રચના ઉપર હું આફરીન છું. હું અમથો સાજીંદા વગર ગણગણુ છું ત્યારે મને અલગ અનુભુતિ થાય છે. હું મીરાના પ્રદેશમાં હોઉં એવી.
    પણ ક્ષમા…સ્વરાંકન સાવ રાંક છે. રાંકથીય રાંક.

  1. No trackbacks yet.