Home > ઉદ્દયન ઠક્કર, ગઝલ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી > કઈ તરકીબથી – ઉદ્દયન ઠક્કર

કઈ તરકીબથી – ઉદ્દયન ઠક્કર

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાંસે શું કુમળી કોઈ હથોડી છે?

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો આ ચન્દ્ર તો ગપોડી છે.

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાત-ચીતની હલ્લેસાં સભર હોડી છે.

ગઝલ કે ગીત ને વારાફરતી પહેરે છે,
કવિ પાસે શું વસ્ત્રોને બે જ જોડી છે?

Please follow and like us:
Pin Share
  1. June 10th, 2009 at 13:26 | #1

    ટિપિકલ ઉદ્દયન ઠક્કરી છટા. હળવાશ ભરી શબ્દ/અર્થ તરકીબની મઝા. એ જ પ્રકારનું ગાયન.

  1. No trackbacks yet.