આલ્બમ: હળવે હાથે

સ્વર: જયેશ નાયક, સીમા ત્રિવેદી



ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
અતિ વરસાદ કંઈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સુર્યની સામે કડી તારો નથી હોતો.

જરી સમજી વિચારી લે પછી હંકાર હોડી ને,
મુહોબ્બતના સમંદરને કડી આરો નથી હોતો.

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ એજ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો.

ઘણા એવાય તોફાનો ઉઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઈ અણસારો કે વર્તારો નથી હોતો.