આલ્બમ: દર્પણ
સ્વર: મેઘના ખારોડ
0:00 / 0:00
“જરાક જોઈ લે તારા હૃદયના દર્પણમાં,
બધું જ આવી જશે આપોઆપ સમજણમાં;
પ્રયત્ન કર જરા તું પ્રેમને સમજવાનો,
તને દેખાઇશ હું તારા અનોખા સગપણમાં.”
દર્પણ મહી નિહાળોતો દર્પણમાં હું મળું,
તમને તમારા સઘળા એ વળગણમાં હું મળું.
શ્વાસોના તારે જેનું ભર્યું છે ભરત તમે,
એ ચાકડા ટોડલિયા ને તોરણમાં હું મળું.
જ્યાં જ્યાં નજર તમારી પડે હું જ, હું જ, હું,
ઘરમાં દીવાલે બારીએ આંગણમાં હું મળું.
સુખના સમયની ચલના સમો ‘રાહી’ હું નથી.
દુ:ખના સમયની આખરી ક્ષણ ક્ષણમાં હું મળું.