આછી આછી રે મધરાતે – રમેશ પારેખ

સ્વરકાર: રવિન નાયક

સ્વર: અનિતા પંડિત, રેખા રાવલ



આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં જીલ્યો, આછો જાગમાં જીલાયો,
જીલાયો ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને..

ઝાડીએ ચઢીને અમે ઝુલાણતો દેખ્યો,
ભાઈ ફળીયે મસુજડાનું ઝાડ,
અમે રે જીવણ બંધે પરબીડિયુંને,
તમે કાગળની માંહ્યલું લખાણ.
મારાં વેણુંને આ ભાવે જીવણ, મોહ્યો રે તને…

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે
આવું અમને તો ઉગતા ન આવડ્યું,
ઓછાં ઓછાં અણધેરી છાતીએ ઉભાર્યા
પછી આભ લાગી પૂગતા ન આવડ્યું.
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને…