આલ્બમ: ઝાકમઝોળ
સ્વર: મેધા યાજ્ઞિક
સૂનાં સરવરિયા ને કાંઠડે હું બેડલું મેલીને નાહવા ગઈ,
પાછી વળી ત્યારે બેડલું નંઈ…
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી બઈ,
શું રે કહેવું મારે માવડી ને જઈ?
પાછી વળી ત્યારે બેડલું નંઈ..
કેટલું રે કહ્યું પણ કાળજું ન ચોર્યું,
ને ચોરી ચોરીને એણે બેડલું રે ચોર્યું.
ખાલીખમ બેડલાથી વળે નહીં કઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી,
ને બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી?
દઈ દે મારું બેડલું મારા દલડાને લઈ..
પાછી વળી ત્યારે બેડલું નંઈ..