Home > જીતુદાન ગઢવી, ઝવેરચંદ મેઘાણી, લોકગીત > મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી

મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી

August 17th, 2009 Leave a comment Go to comments

સ્વર: જીતુદાન ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે
મોર બની થનગાટ કરે..

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે..

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે..

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે..

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે..

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે..
—————————————————-
સાભાર: વીકીસોર્સ

Please follow and like us:
Pin Share
 1. Vipin Shah
  August 17th, 2009 at 09:28 | #1

  Hi Niraj – I trust all is well with you and yours.
  While I still have to hear from you about a particular Gujrati song I was looking for, I have a more simple question to ask:; Have you across any Gujarati songs sung by Kirtidan Gadhvi of Rajkot? If yes, pls let me know and how I can listen to this . Thank you very much – Vipin

 2. August 17th, 2009 at 13:22 | #2

  વાહ… ઘણા સમયે આ કવિતા વાંચવાની થઈ… ગમ્યું.. આભાર…

 3. August 17th, 2009 at 13:30 | #3

  સાહેબજી આ ગીત મોકલવા વિંનતિ કરુ છુ…

 4. Maheshchandra Naik
  August 18th, 2009 at 02:11 | #4

  સરસ ગીત, સૌરાષ્ટની સોરઠી ભાષામા અને સુન્દર ગાયકી, અભિનદન અને આપનો આભાર….

 5. jatin
  August 29th, 2009 at 01:45 | #5

  ભાઈ ભાઈ………….જલ્સો પડી ગયો………

 6. Ashok Bhatt
  August 30th, 2009 at 11:18 | #6

  બહુ સરસ, સુન્દર ગાયકિ, અભિનન્દન

 7. HITESH CHANDUBHAI JOSHI
  November 12th, 2009 at 16:26 | #7

  બહુ જામો પડી ગયો
  વીસાલ જોસી

 8. Amthalal
  December 6th, 2009 at 20:17 | #8

  અરે ભૈ, મુમ્બૈ ના મારા ઘર થિ પલક વાર મા ગામ ના પાદરે દાય્રરા મા. મન તન શરિર તર્બોલ થૈ ગયા.આભાર શબ્દ નાનો પદે. અમિશ શાહ

 9. February 14th, 2010 at 14:51 | #9

  jay bavishi mataji
  jitudan gathvi na aavaj ma khub sharsh che””””””””””””””””””””””””””””””

 10. shilpa Naik
  February 19th, 2010 at 18:31 | #10

  હૈયુ અને મન બન્ને ધન્ય ધન્ય થઇ ગયા. ખુબ ખુબ આભાર્.

 11. June 25th, 2010 at 11:12 | #11

  SUPPER COLLECTION FOR JAVERCHAND MEGHANI’S POEM
  BUT I WANT MORE SONG FOR JAVERCHAND’S
  PLS DO THE NEED FULL ‘

  CHANDRESH MARU

 12. Someshwar
  December 27th, 2010 at 15:49 | #12

  બાળપણ ના ગીત ની એક કડી યાદ આવેછે. “દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને
  વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ” આભાર જો મળી શકે.

 13. Pakshman
  September 2nd, 2011 at 08:09 | #13

  આંખ બંધ કરી ને સાંભળ્યું તો લાગ્યું કે સૌરાષ્ટ્ર પહોચી ગયો

 14. January 28th, 2012 at 12:35 | #14

  “જય ભારત ” “વંદે માતરમ ”
  આજના ૬૩ માં પર્જા સત્તાક દિન /પર્વ ની શુભ કામના અને તમામ ભારત વાશી ઓ અંતર ની શુભ કામના ..
  આજ થી ૩૬ વરસ પહેલા આપણે ગુલામ હતા . પણ સ્વચ્છંદ ના હતા ..
  આજે આપણે બધા જે સ્વતન્તર છીએ પણ કેટલા સ્વચ્છંદ છીએ ???
  અગાઉ આપણે રાજા ની વિરુધ બોલી પણ સક્ત્તા અને આજે ???
  પૂજ્ય મહાન્ત્માં ગાંધી અને સરદાર પટેલ / અનામી /નામી શહીદો ની કુરબાની થી આપણને આઝાદી મળી ,
  તે તમામ ને અતાર્કરણ થી યાદ કરી ને તમામ શહીદો ને ભાવ ભરી શ્રધાંજલિ …
  શાંતિ …શાંતિ …શાંતિ…
  29/01/2012
  kotada bavishi 360530

 15. man mor bani thanghat kare…
  July 31st, 2012 at 13:04 | #15

  બહુ જ સરસ આવા ગીતો ગુજરાતની પરમ્પરા અને સંસ્કૃતિને ટકાવી રાખ્યા છે.મારું પ્રિય ગીત છે.ઝવેરચંદજી નું કારુડીકુતરીને આવ્યા ગલુડિયા ચાર કાબરા ને ચાર ભુરીયા રે લોલ ખુબ જ ગમે ,બચપણ થી .મારી ઈમેલ ઉપર મોકલવા વિનતી.
  લતા સચદે કચ્છ,

 16. RAMESH JOSHI
  September 25th, 2012 at 21:11 | #16

  Pakshman :આંખ બંધ કરી ને સાંભળ્યું તો લાગ્યું કે સૌરાષ્ટ્ર પહોચી ગયો

  @shilpa Naik

  @Pakshman

 17. nirav mehta
  July 7th, 2013 at 19:39 | #17

  Great collection for ZAVERCHAND MEGHANI.

 18. September 1st, 2013 at 00:15 | #18

  ખુબજ સુંદર અવાઝ અને ગાયકી…. આફરીન

 19. chirag
  October 12th, 2013 at 18:13 | #19

  ગર્વ છે મને કે હું ગુજરાતી છું

 20. ઝાલા ખોડુભા
  September 19th, 2014 at 15:30 | #20

  વાહ મોજ આવી ગય

 21. Param Pandya
  July 2nd, 2016 at 09:10 | #21

  mojama padi didha

 22. કાચા પ્રકાશ
  March 6th, 2017 at 14:57 | #22

  Proud to be saurashtrian and rajkotian..

 23. Bambharoliya Dharmik
  July 1st, 2017 at 14:31 | #23

  Good song

 24. જયેશ દૂધરેજીયા
  July 14th, 2018 at 16:56 | #24

  જીતુદાન ગઢવી ની અન્ય mp3 મૂકવા વિનંતી છે.

 25. Adhuro Jaam
  August 30th, 2020 at 11:07 | #25

  https://youtu.be/pUPAr9VVXVs ટેકો કરજો મિત્ર share subscribe like
  મન મોર બની થનગાટ કરે full song
  જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ

 1. July 18th, 2011 at 12:29 | #1
 2. July 18th, 2011 at 15:48 | #2