Home > અજ્ઞાત, ગઝલ, ગીતા દત્ત > ભૂલું ભૂતકાળ તોયે..

ભૂલું ભૂતકાળ તોયે..

September 8th, 2009 Leave a comment Go to comments

સ્વર: ગીતા દત્ત

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ભૂલું ભૂતકાળ તોયે કાલ જેવો યાદ આવે છે,
તૂટેલા તારમાં દિલદારના દર્શન કરાવે છે.

જગતનું વેર વ્હોરીને, કર્યું વ્હાલું મેં કોઈને,
એ કોઈ આજે કોઈનું થઈને રિબાવે છે.

પ્રણય કેરી વફાઈમાં છુપાઈ બેવફાઈ છે,
બનીને બહાનું હસવાનું રૂદન આંસુ વહાવે છે.

બહુ વર્યું છતાં આંખડીએ આંસુડું સાર્યું,
એ આંસુઓ પણ આગની જવાળા જગાવે છે.

અરે કિસ્મત પૂછું તુજને પાયું છે ____ કોનું?
બનાવી બાવરી મુજને હવે કોને બનાવે છે?

Please follow and like us:
Pin Share
  1. September 8th, 2009 at 13:14 | #1

    નીરજભાઈ…

    આજે રચનાની વાત કરવી જ નથી…

    આ ‘હેડર’ ક્યાં જઈ સેટ કર્યું? અદભુત થયું છે… વાહ… વાહ… કોપી કરી લેવાનું મન થાય છે!

    અભિનંદન !!!

  2. September 8th, 2009 at 17:39 | #2

    શ્રી નિરજકુમાર, આપનો આભાર માનું એટલો ઓછો છે, મને ગાવાનો શોખ તમે આ રીતે પૂરો પાડો છો. નવી નવી રચનાઓ સારા ગાયકો સારી રીતે ગાતા સાંભળી સાથે ગાવાનું મન થાય.
    ચાલુ રાખો તમારી પ્રવૃત્તિ અતિ સુંદર અભિનંદન યોગ્ય, હજી વધારે પ્રગતિ કરતા રહો એ પ્રાર્થના.
    કાંતિલાલ પરમાર
    હીચીન

  3. Gandhi, M.D.
    September 8th, 2009 at 18:05 | #3

    સરસ રચના છે.

  4. Maheshchandra Naik
    September 9th, 2009 at 04:07 | #4

    ભાઈશ્રી નિરજભાઈ, અભિનદન, નિસ્વાર્થ સન્ગીતની સાધના કરીને અમારા જેવા રસિક્જનોને, વયસ્કોને, સુગમસન્ગીતનો નિયમીત આસ્વાદ કરાવવા બદલ આપનો આભાર……………. “રણકાર” અને આપના ઉજ્જ્વલ ભવિષ્ય માટે અનેક શુભેચ્છાઓ………………

  1. No trackbacks yet.