એક અણસારનો પડદો છે – જવાહર બક્ષી

આલ્બમ: તારા શહેરમાં

સ્વર: હેમાંગીની દેસાઈ



એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે,
રોજ બત્તીનો સમય છે ને અંધારું છે.

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે,
ને ફરી ટોચ સુધી એકલાં ચડવાનું છે.

કોઈ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં,
સંગેમરમરની લહેરોમાં તણાવાનું છે.

આ નગરમાં તો સંબંધોના ધુમાડા જ ખપે,
અહિયાં ઊર્મિ તો અગરબત્તિનું અજવાળું છે.