Home > ગાર્ગી વોરા, ગીત, ભગવતીકુમાર શર્મા, શ્રધ્ધા શાહ > સૂડી વચ્ચે સોપારી – ભગવતીકુમાર શર્મા

સૂડી વચ્ચે સોપારી – ભગવતીકુમાર શર્મા

August 29th, 2007 Leave a comment Go to comments

સ્વર: શ્રધ્ધા શાહ, ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ
કે રાજ લવિંગ લ્યો…
સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ
કે રાજ લવિંગ લ્યો…

નમણી નાગરવેલ એનાં લીલાં પાન કપૂરી
હો સોળ વરસની ઉંમર કાજે ક્યાં લગી રહેવું ઝુરી
એક બેડું આપે તો, આખો મનખો ઝાકમજોળ, કે રાજ…

સૂડી વાગી આંગળીયે એનો કાળજડે ગરમાટો
હો પાલવનું રેશમ ફાડીને ચાલો બાંધીએ પાટો
રસ ઝરપે ને લોહી દદડે, ધબકારે ઘમરોળ, કે રાજ…

સોળ વરસની છોરી એને કાળજે કુણા સોળ, કે રાજ…
સૂડી વચ્ચે સોપારી ને સોપારી નંગ સોળ, કે રાજ…

Please follow and like us:
Pin Share
  1. July 22nd, 2008 at 18:28 | #1

    સૂડી વચ્ચે સોપારી સાઁભળવા કોશીષ કરી, પણ એ લીન્ક ચાલતી નથી. ક્રુપ્યા એ રીપેઅર કરાવી દ્યો.
    -લી જરીવાળા.

  1. No trackbacks yet.